For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા 1 રુપિયામાં છે પાકિસ્તાનને બરબાદ કરવાની તાકાત. જાણો કેવી રીતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવી સ્કીમ શરુ કરી છે જેના દ્વારા તમે દેશના સૈનિકો અને શહીદોની મદદ માટે માત્ર એક રુપિયા સુધીનું દાન આપી શકો છો....

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવી સ્કીમ શરુ કરી છે જેના દ્વારા તમે દેશના સૈનિકો અને શહીદોની મદદ માટે માત્ર એક રુપિયા સુધીનું દાન આપી શકો છો.

modi

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કીલ' ની સાથે જ ઇંડિયન આર્મી માટે શરુ કરવામાં આવેલી એક ખાસ સ્કીમની પણ ચર્ચા ચાલી રહી છે. ઇંડિયન આર્મી બેટલ કેઝ્યુઅલ્ટીઝ એંડ વેપન પરચેઝ સ્કીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી.

સિયાચીન ઘટના બાદ શરુ થઇ હતી સ્કીમ

આ સ્કીમની શરુઆત આ વર્ષના ફેબ્રુઆરીમાં સિયાચીનમાં થયેલી ઘટના બાદ થઇ હતી. આ એ જ ઘટના હતી જેમાં લાંસ નાયક હનુમનતપ્પા સહિત 10 જવાન સિયાચીનમાં આવેલા તોફાનને કારણે શહીદ થઇ ગયા હતા.
આ સ્કીમની જાણકારી આપતો એક વૉટ્સઍપ મેસેજ સપ્ટેમ્બરમાં ઉરી હુમલા બાદ વાયરલ થવાનો શરુ થયો હતો.
લોકોને શરુઆતમાં આ માત્ર એક અફવા લાગતી હતી પરંતુ બાદમાં ભારતીય લશ્કરે પોતે આ બાબતે સ્પષ્ટીકરણ આપ્યુ હતુ. ભારતીય લશ્કરના આ સ્પષ્ટીકરણથી બધાને ખબર પડી કે આ અફવા નથી પણ સત્ય છે.

modi 2

માત્ર સારવાર જ નહિ પરંતુ હથિયાર પણ ખરીદાશે

પીએમ મોદીની આ શરુઆતથી માત્ર ઘાયલ સૈનિકોની સારવાર જ નહિ પરંતુ આ રકમથી સેના માટે હથિયારો પણ ખરીદાશે. વાસ્તવમાં, લોકો તરફથી પીએમ મોદીને આ પ્રકારનું એકાઉંટ ખોલવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે નવી દિલ્હીમાં સિંડીકેંટ બેંકમાં આ સ્કીમ માટે એક એકાઉંટની શરુઆત કરી.

તો એક વર્ષમાં થશે 36,000 કરોડ રુપિયા

આ સ્કીમની સૌથી આકર્ષક વાત એ છે કે તમે એક રુપિયાની ન્યૂનતમ રકમ પણ આ ખાતામાં જમા કરાવી શકો છો. દેશની વસ્તી 130 કરોડ છે. જો દરેક જણ રોજ એક રુપિયો જમા કરાવે તો આ રકમ દર મહિને 3000 કરોડ અને પ્રતિ વર્ષ 36,000 કરોડ પર પહોંચી શકે છે. 36,000 કરોડની રકમ પાકિસ્તાનના કુલ રક્ષા ખર્ચથી ઘણી વધારે છે.

modi 3

સંરક્ષણમંત્રીએ આપી મંજૂરી

આ ફંડને સેનાની એડજુટંટ જનરલ બ્રાંચ દ્વારા મેનેજ કરવામાં આવે છે. માત્ર ઘાયલ સૈનિકો જ નહિ પરંતુ શહીદોના પરિવારોને પણ આ ફંડ દ્વારા મદદ કરવામાં આવે છે. ગયા મહિને સપ્ટેમ્બરમાં સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે આની સાથે જોડાયેલી એક એસઓપી એટલે કે સ્ટાંડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને મંજૂરી આપી દીધી છે.

modi 4

હજુ સુધી માત્ર 1.4 કરોડ રુપિયા જમા

તમને જાણીને આશ્ચર્ય થશે કે કરણ જોહર જો આ સ્કીમમાં 5 કરોડ રુપિયા જમા કરાવે તો તે રકમ ફંડમાં રહેલી રકમ કરતા 4 ગણી વધુ હશે. ઇડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ બે મહિનામાં આ સ્કીમમાં જે રકમ જમા થઇ છે તે માત્ર 1.4 કરોડ રુપિયા જ છે.

English summary
Prime Minister Narendra Modi started a scheme Indian Army Battle Casualties and Weapon Purchase. You also can deposit just one rupee in this account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X