For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Smiles On Metro: સામાન્ય જનતા સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

ફરીથી એક વાર પીએમ નરેન્દ્ર દામોદર દાસ મોદીએ સામાન્ય જનતાને ચોંકાવી દીધી છે. ગુરુવારે પીએમ મોદીએ એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોમાં પ્રવાસ કર્યો.

|
Google Oneindia Gujarati News

ફરીથી એક વાર પીએમ નરેન્દ્ર દામોદર દાસ મોદીએ સામાન્ય જનતાને ચોંકાવી દીધી છે. ગુરુવારે પીએમ મોદીએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટરની આધારશિલા મૂકવા માટે ધોળાકૂંઆથી દ્વારકા સુધી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોમાં પ્રવાસ કર્યો.

પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

આ દરમિયાન પીએમ મોદી એકદમ સામાન્ય પ્રવાસીની જેમ યાત્રા કરતા જોવા મળ્યા. પીએમ પોતાની વચ્ચે આ રીતે આવેલા જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. લોકો પીએમ મોદી સાથે વાત કરવા, હાથ મિલાવવા અને સેલ્ફી લેવા માટે આતુર જોવા મળ્યા.

આ પણ વાંચોઃગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોતઆ પણ વાંચોઃગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો યાત્રા 14 મિનિટમાં પૂરી થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો યાત્રા 14 મિનિટમાં પૂરી થઈ

આ પ્રવાસના ફોટા પીએમઓના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યા છે જેનુ શીર્ષક આપવામાં આવ્યુ છે Smiles On Metro. આ ફોટા જોઈને તમે લોકોની સ્માઈલનો અંદાજ લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ મેટ્રો પ્રવાસ 14 મિનિટમાં પૂરો થયો હતો.

ટ્રાફિક જામથી બચવા માટે પીએમ મોદીએ કર્યો મેટ્રો પ્રવાસ

ટ્રાફિક જામથી બચવા માટે પીએમ મોદીએ કર્યો મેટ્રો પ્રવાસ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી દૂરના સ્થળો પર પહોંચવા માટે હંમેશા મેટ્રો સેવાનો ઉપયોગ કરે છે જેથી વીવીઆઈપી હસ્તીની અવરજવરના કારણે વાહનવ્યવહારને અસર ન થાય અને ટ્રાફિક જામની સ્થિતિ પેદા ના થાય.

આઈઆઈસીસીની આધારશિલા રાખવામાં આવી

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેંશન એન્ડ એક્સપો સેન્ટર (આઈઆઈસીસી) ની આધારશિલા રાખી છે. આઈઆઈસીસી સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમો, બેઠકો, સંમેલનો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી શકે.

આ પણ વાંચોઃUNGA માં મળશે ભારત-પાકના વિદેશ મંત્રી, બેઠક થશે, વાતચીત નહિઃ રવીશ કુમારઆ પણ વાંચોઃUNGA માં મળશે ભારત-પાકના વિદેશ મંત્રી, બેઠક થશે, વાતચીત નહિઃ રવીશ કુમાર

English summary
Prime Minister Narendra Modi took a ride in the Airport Express Metro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X