For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હદ છે: ટાઇમ્સે તો ફિલિફ હ્યુઝના સ્થાને સચિનને આપી દીધી શ્રદ્ધાંજલિ!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 નવેમ્બર: આને સમાચાર આપવાની ઉતાવળ કહીએ કે બેજવાબદારી જે આજે હિન્દુસ્તાનના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ કર્યું છે. હવે આપ કહેશો કે આ અમે શું કહી રહ્યા છીએ તો સાંભળો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આજે પોતાના ન્યૂઝપેપરના સ્પોર્ટ પેજ પર ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ફિલિપ હ્યુઝના મોતના સમાચાર છાપ્યા છે. પોતાના પેપરમાં તેણે લોકોની સંવેદનાઓને પણ પ્રકાશિત કરી છે કે કેવી રીતે લોકોએ ટ્વિટર દ્વારા ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ફિલિફ હ્યુઝને પોતાની શ્રદ્ધાંજલિ આપી છે.

sachin
પરંતુ પોતાની આ મહાન કવરેજ પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તે સમયે હદ કરી દીધી જ્યારે તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ટ્વિટને તોડી-મરોડીને સચિનને જ શ્રદ્ધાંજલિ આપી દીધી. હા આ વાત સંપૂર્ણ રીતે સાચી છે.

જોકે સચિને ફિલિપ હ્યૂઝને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું હતું- "Shocked to hear about Phil. Sad day for cricket. Deepest condolences to family, friends and well wishers. RIP #PhilipHughes,"

પરંતુ તેને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું "Shocked to hear about Phil. Sad day for cricket. Deepest condolences to family, friends and well wishers. RIP Sachin Tendulkar," with "Sachin Tendulkar, Cricket Great" under it.

સ્વાભાવિક છે જ્યારે ટાઇમ્સે આટલી મોટી ભૂલ કરી હોય તો બબાલ તો મચવાની જ હતી. લોકોનો ગુસ્સો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર ખરાબ રીતે ભડક્યો છે. લોકો ખાસ કરીને સચિનના ફેન્સે તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આ અંગે માફી માગવા ટ્વિટર પર જણાવ્યું છે. લોકોએ આને ટાઇમ્સના સૌથી મોટો ગુનો ગણાવ્યો છે. ફિલહાલ તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી આ અંગે હજી કંઇ કહેવાયું નથી.

English summary
Angry cricket fans on Friday (November 28) criticised a national daily Times of India for making a blunder in one of its sports pages where RIP Sachin Tendulkar was printed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X