• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'જેલમાં બંધ કેદીઓને પણ છે સેક્સ માણવાનો અને બાળકો પેદા કરવાનો અધિકારી'

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 16 મે: એવું માનવામાં આવે છે કે જેલમાં બંધ કેદીઓ સામાજિક અને મૌલિક અધિકારીથી વંચિત રહી જાય છે. આ ક્રમમાં જેલમાં બંધ એક કેદીઓ પોતાના સાથી સાથે માણવા માંગે છે અને બાળકો પેદા કરવા માંગે છે. જી હા જેલમાં બંધ એક વિચારધીન કેદીએ દિલ્હી હાઇકોર્ટ પાસે કામચલાઉ જામીનની માંગણી કરી છે અને કહ્યું છે કે કેદીઓ પણ યૌન સંબંધ બાંધવા અને પોતાના સાથે બાળકો પેદા કરવાનો મૌલિક અધિકાર છે.

2008થી હત્યાના એક કેસમાં એક આરોપી જેલમાં બંધ છે તેના વકીલે જજ મુક્તા ગુપ્તાને કહ્યું કે જેલમાં સજા કાપી રહેલા આરોપીના અન્ય મૌલિક અધિકાર છે જો કે જેલમાં રહેતાં તેના તે અધિકારોને ગ્રહણ લાગી જાય છે. આરોપી સંદીપ ત્યાગીના વકીલે કહ્યું કે સેક્સ જેવા અન્ય લોકો માટે જરૂરી છે.

kissing

આરોપી સંદીપ ત્યાગીના વકીલ વિકાસે કેદીઓના મૌલિક અધિકારોને લઇને વિભિન્ન મુદ્દાઓનો હવાલો આપ્યો હતો. એક ચુકાદાનો હવાલો આપતાં વકીલે કહ્યું હતું કે સેક્સ કોઇ કેદીના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. તે સમજવું જોઇએ કે સામાન્ય વયસ્ક વ્યક્તિ પોતાની પત્ની સાથે યૌન સંબંધ બાંધવાની ઇચ્છા અનુભવશે અને જો કેદીઓને થોડી સ્વતંત્રતા મળશે નહી તો તે જેલમાં અપ્રાકૃતિક યૌન સંબંધ જેવા ગુના કરી શકે છે.

પંજાબ પોલીસના ડીજીપીએ જણાવ્યું હતું કે ફક્ત ખાસ કેદીઓને આ મદદ આપવામાં આવશે. તેમાં આજીવન કારાવાસ સહિત લાંબી સજા ભોગવી રહેલા કેદીઓને આ સુવિધા મળશે જેમની ચાલચલગત સારી છે. આવા કેદીઓના નામ જેલમાં અવૈધ ગતિવિધિઓમાં સામેલ હોવા ન જોઇએ.

આ કેદીઓને સેક્સ માણવા માટે એક વિશેષ જગ્યા પુરી પાડવામાં આવશે જ્યારે તેમના એકાંતનું ધ્યાન રાખવામાં આવી શકે. પંજાબમાં સાત કેન્દ્રીય જેલો સહિત કુલ 27 જેલ છે અને તેમાં લગભગ 20 હજાર જેટલા કેદીઓ બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં કેદીઓ પોતાની પત્ની સાથે યૌન સંબંધની સુવિધા વિશ્વની કેટલીક જેલોમાં આ સુવિધા પહેલાંથી આપવામાં આવે છે. જો કે ભારતમાં આવું નથી અને જો આ પ્રસ્તાવને લીલી ઝંડી મળે છે તો પંજાબ આવો સુધારો કરનાર દેશનો પ્રથમ પ્રદેશ બની જશે.

English summary
Even prisoners have a fundamental right to sexual relations with and have kids from their spouses, a jailed undertrial on Wednesday told Delhi High Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more