For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર: ઔરંગાબાદ જેલમાં પોતાની માંગને લઇને અનશન પર બેસ્યાં 90 કેદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

prison-600
ઔરંગાબાદ, 28 જુલાઇ: બિહારની જેલોમાં પણ સ્થિતી સારી ચાલી રહી નથી. ઔરંગાબાદ જિલ્લાના મદનપુર તથા રોહતાસમાં થયેલી પોલીસ ફાયરિંગના વિરૂદ્ધ 90 કેદી અનશન પર બેસ્યા છે તથા હોબાળો મચારી તેમને વહિવટીતંત્રને નિશાન બનાવ્યું છે.

આ મુદ્દે 459 કેદીઓમાંથી 90 કેદીઓએ ભોજન કર્યું નથી. નક્સલી નેતા પ્રમોદ મિશ્રાના નેતૃત્વમાં કેદીઓએ અનશન શરૂ કર્યું છે. જેલ અધીક્ષક તેજનારાયણ રાયે જણાવ્યું હતું કે 89 કેદી એક દિવસના અનશન પર રહેશે.

જેલ અધીક્ષકના અનુસાર કેદીઓએ 10 સૂત્રી માંગ મુકી છે. રોહતાસ તથા મદનપુરમાં થયેલ પોલીસ ફાયરિંગના દોષી પોલીસકર્મીઓ પર કલમ 302 હેઠળ કેસ ચલાવવા, મૃત્યું પામેલા ગ્રામીણોને શહીદનો દરજ્જો અપાવવા, શહીદ સ્મારક બનાવવા, મૃતકના આશ્રિતોને 10 લાખ તથા ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરી છે.

જહાનાબાદમાં મહિલાને નિવસ્ત્ર કરી કરવામાં આવેલી મારઝૂડની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા, જેલમાં બહારી પોલીસ દ્વારા બંદીઓની કરવામાં આવતી મારપીટને રોકવી, બનાવટી કેસ તથા ટેબુલ અનુસંધાન બંદ કરવાની માંગને ગંભીરતાથી મુકી છે.

કેદીઓએ ધમકી આપી છે કે જો આ માંગો પર વિચાર કરવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર થશે. તમને જણાવી દઇએ કે ઔરંગાબાદ મંડળ જેલમાં ઘણા નક્સલી બંધ છે. આ મુદ્દે હઠે ચડેલા કેદીઓએ હવે અનશનનો માર્ગ અપનાવ્યો છે.

English summary
Prisoners are on fast strike for 10 points Bihar Aurangabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X