મંત્રી પદથી નારાયણ રાણેનું રાજીનામુ, ચૌહાણે કર્યું નામંજૂર
મુંબઇ, 21 જુલાઇ: મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ રાજીનામુ આપી દીધું છે. જોકે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે. નારાયણ રાણેએ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામુ તેમને સુપરત કરી દીધું. તેઓ મહારાષ્ટ્ર સરકારની કાર્યશૈલીથી નાખુશ હતા.
રાજીનામાની ધમકી બાદ તેમને મનાવવાની કોશીશો ચાલુ હતું. પૃથ્વીરાજ ચૌહાણે પણ તેમને મનાવી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ વાત બની શકી નહી, અને રાણેએ આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઇને પોતાનું રાજીનામું ધરી દીધું.
નારાયણ રાણે 2005માં શિવસેના છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ રાજ્યની કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. તેઓ સાર્વજનિક રીતે પણ ઘણી વખત પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી ચૂક્યા હતા. સ્થિતિ ત્યારે બગડી જ્યારે રાણેના દિકરા નીલેશ રાણે રત્નાગિરી-સિંદ્ધુગર્ગ લોકસભા બેઠક પર શિવસેના ઉમેદવારથી હારી ગયા. રાણેને લાગે છે કે કોંગ્રેસના સાથી એનસીપીએ કાવતરું કરીને તેમના પુત્રને હરાવ્યો.
લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યાના થોડા દિવસ બાદ જ તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું, જેનો મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે સ્વીકાર કર્યો નહીં. મીડિયા રિપોર્ટ અનુસાર રાણેને લાગતું હતું કે ચૂંટણીમાં કરારી હાર બાદ તેઓ ચૌહાણના સ્થાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે કોંગ્રેસ હાઇકમાંડે વિધાનસબા ચૂંટણીના થોડા મહિના પહેલા નેતૃત્વ પરિવર્તન નહીં કરવાનો નિર્ણય કર્યો.અત્રે નોંધનીય છે કે રાણેએ જ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ કોંગ્રેસ નહીં છોડે. જોકે એવા ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપમાં સામેલ થઇ શકે છે. જોકે જનનેતા ગોપીનાથ મુંડેના નિધન બાદ ભાજપ રાજ્યમાં એક મરાઠી ચહેરાની તલાશમાં છે. વચ્ચે નિતિન ગડકરી અને નારાયણ રાણેના પણ સમાચાર આવ્યા પરંતુ સાર્વજનિક રીતે કોંગ્રેસનેતાએ તેનો સ્વિકાર કર્યો નહીં.