• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયા પ્રકાશનો એક નવો વીડિયો વાયરલ, અદાઓ પર લોકો થયા ફિદા

|
Google Oneindia Gujarati News

પોતાની આંખોની મસ્તીઓથી દેશના યુવાનોને ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશની દરેક અદા એવી છે જે વારે વારે વાયરલ થઈ જાય છે. પોતાની આંખોથી તો તે ઘણી વાર લોકોને પોતાના દીવાના બનાવી ચૂકી છે પરંતુ આ વખતે તેની એક અલગ જ અદા જોવા મળશે. પ્રિયા પ્રકાશનો જે વીડિયો હાલમાં વાયરલ થયો છે તેમાં તે ગીત ગાઈ રહી છે. ફેન્સને પ્રિયાનુ આ સિંગિંગ ટેલેન્ટ ખૂબ પસંદ આવી રહ્યું છે.

નેશનલ ક્રશ પ્રિયા પ્રકાશ વેરિયર ફરીથી લોકોને પોતાના દિવાના બનાવવા આવી ગઈ છે. પ્રિયાની આંખોની મસ્તીઓ જોનારા તેના ફેન્સને શું ખબર કે પ્રિયા જેટલી સરસ આંખો મટકાવે છે એટલુ સરસ ગાય છે પણ ખરા. લોકોએ તેના અવાજની પ્રશંસા કરવાનું પણ શરૂ કરી દીધુ છે અને વીડીયો તો પહેલેથી જ વાયરલ થઈ ચૂક્યો છે.

પ્રિયા પ્રકાશ હાલમાં જ પોતાના કોઈ દોસ્તના લગ્નમાં શામેલ થઈ હતી. આ લગ્ન માટે પ્રિયાએ ગુલાબી રંગની સાડી પસંદ કરી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લગ્નમાં પ્રિયાએ પોતાના દોસ્તો સાથે ખૂબ મસ્તી પણ કરી અને આ જ મસ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રિયા કેટલાક દોસ્તો સાથે ફિલ્મ ઈન્સાફ અપને લહૂ સે નું ફેમસ ગીત હવા હવા ગાતી દેખાઈ રહી છે. તમે પણ જુઓ તેનો આ નવો અંદાજ-

English summary
priya prakash varrier new video goes viral on the internet after winking watch her singing talent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X