માનહાનિનો કેસ રદ કરાવવા માટે પ્રિયા રમાનીએ કોર્ટમાં કરી અરજી, એમજે અકબરે લગાવ્યા હતા આરોપ
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર દ્વારા માનહાનિ મામલે દોષી ગણવામાં આવેલી પત્રકાર પ્રિયા રમાનીએ કોર્ટમાં પોતાના પરથી આરોપ હટાવવા માટે અરજી દાખલ કરી છે. વાસ્તવમાં મી ટુ અભિયાન હેઠળ રમાનીએ એમ જે અકબર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અકબરે રમાની પર માનહાનિનો કેસ કરી દીધો હતો. ગઈ 25 ફેબ્રુઆરીના રોજ રમાનીને 10,000ના દંડ સાથે જામીન આપવામાં આવ્યા હતા. સાથે તેમને બુધવારે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ. રમાનીએ કહ્યુ કે આવતી વખતે જ્યારે 10 એપ્રિલના રોજ કોર્ટ મારા સામે ચાર્જ ફ્રેમ કરશે ત્યારબાદ કહાની સંભળાવવાનો વારો મારો હશે. મારો બચાવ મારી સચ્ચાઈ હશે. રમાની તરફથી વરિષ્ઠ વકીલ રેબેકા જૉને એમ જે અકબરના ન પહોંચવા પર સવાલ ઉઠાવ્યા.
એમ જે અકબરે કોર્ટમાં કહ્યુ હતુ કે રમાની દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોથી સમાજમાં તેમના માન સમ્માનમાં ઠેસ પહોંચી છે. તેમણે કહ્યુ કે મે 40 વર્ષોમાં કમાયેલી ઈજ્જત પ્રિયાના આરોપોએ ધૂળમાં મળી ગઈ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે છપાયેલા લેખોમાં પ્રિયાના ટ્વીટ છાપવામાં આવ્યા. આનાથી માનહાનિ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ મી ટુ અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે અકબરે બધા આરોપોને ખોટા ગણાવી દીધા હતા પરંતુ આ બધા વિવાદમાં ફસાવાને કારણે તેમણે 2018ના ઓક્ટોબરમાં રાજ્યમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
1989 લોકસભા ચૂંટણી પહેલા એમ જે અકબરે જર્નાલિઝમ છોડીને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. અકબરે બિહારના કિશનગંજથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી જે તે જીતી પણ ગયા હતા. રાજીવ ગાંધીના પ્રવકતા હતા પરંતુ તે ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ નહોતુ રહ્યુ. જો કે એમ જે અકબરની સ્થિતિ પાર્ટીમાં મજબૂત હતી. રાજીવ ગાંધીની તે ઘણા નજીક હતા એટલા માટે એમ જે અકબરનો મોબો હંમેશા જળવાઈ રહ્યો. 1991 રાજીવ ગાંધીની હત્ય થઈ ગઈ. રાજીવ ગાંધી બાદ અકબર રાજકારણમાં અસહજ અનુભવવા લાગ્યા અને 1992 કોંગ્રેસ પાર્ટી છોડીને પાછા પત્રકારત્વમાં જોડાઈ ગયા. 2014માં તે ભાજપ સાથે જોડાયા.
આ પણ વાંચોઃ Video: ઘોડા પર સવાર થઈને કેમ સ્કૂલે ગઈ બાળકી, વીડિયો વાયરલ થતા જણાવ્યુ કારણ