For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની દીકરીને મળી રેપની ધમકી

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની દીકરીને જે રીતે સોશ્યિલ મીડિયા પર રેપની ધમકી મળી છે ત્યારપછી પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે ક્રિમિનલ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની દીકરીને જે રીતે સોશ્યિલ મીડિયા પર રેપની ધમકી મળી છે ત્યારપછી પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે ક્રિમિનલ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને રોજ ટ્રોલ કરવામાં આવે છે પરંતુ મને કેટલાક લોકો ઘ્વારા જાણવા મળ્યું છે કે કેટલાક લોકો મારી દીકરી વિશે સોશ્યિલ મીડિયા પર વાતો કરી રહ્યા છે. આ મામલે હું અપરાધિક કેસ નોંધાવવા જઈ રહી છું જેથી આવા લોકો બચી નહીં શકે.

priyanka chaturvedi

આપણે જણાવી દઈએ કે આ પહેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વિરુદ્ધ સોશ્યિલ મીડિયા પર અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા પોતાની દીકરીને રેપની ધમકી આપનાર વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશને કેસ નોંધાવ્યો છે. મળતી જાણકારી અનુસાર જે ટ્વિટર હેન્ડલ ઘ્વારા રેપની ધમકી આપવામાં આવી હતી તેની નામ, જય શ્રી રામ છે. આ હેન્ડલ પર 1605 ટવિટ છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા આ પહેલા ટ્વિટર પર પોલીસને જાણકારી આપી હતી.

જયારે મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આરોપી ટ્વિટર યુઝરે પોતાનું ટવિટ ડીલીટ કરી નાખ્યું. તેની સાથે સાથે જે લોકોએ સોશ્યિલ મીડિયા પર પ્રિયંકા ચતુર્વેદીનું સમર્થન કર્યું તેમનો પ્રિયંકાએ આભાર પણ માન્યો. આ ઘટના પછી ગૃહમંત્રી રાજનાથ સિંહએ પણ તેની આલોચના કરી અને સાથે સાથે એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ ખતરનાક છે. તેમને પીએમને ટવિટ કરીને મામલો ગંભીરતાપૂર્વક લેવા માટે અપીલ કરી.

English summary
Priyanka Chaturvedi her rape threat for her daughter files criminal complaint
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X