• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગીત ગાઈને પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીનો મજાક ઉડાવ્યો

|

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જે રીતે અમેઠીથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે અને પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે જાણકારી આપી છે તેના પર વિપક્ષ તેમના પર સતત પ્રહાર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટવિટ કરીને સ્મૃતિ ઈરાનીના જુના એફિડેવિટ પર કટાક્ષ કર્યો છે. તેમને કહ્યું કે નવી સિરિયલ આવશે, મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીના જુના અને નવા એફિડેવિટ સામે રાખ્યા છે.

આજે પ્રેસ કોન્ફ્રન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાની પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું કે એક નવી સિરિયલ આવી રહી છે, મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. તેની ઓપનિંગ લાઈન શુ હશે તે પણ જણાવી દઉં છું. ત્યારપછી પ્રિયંકા ચતુર્વેદીએ ગીત ગાતા કહ્યું કે, ક્વોલિફિકેશન કે ભી રૂપ બદલતે હૈ, નયે નયે સાંચે મેં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ, એક ડિગ્રી જાતી હૈ, બનતે એફિડેવિટ નયે.

આપને જણાવી દઈએ કે ગુરુવારે સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા સીટથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં તેમને આ વાતની જાણકારી આપી કે બીકોમ માટે તેમને દિલ્હી યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું પરંતુ તેઓ પહેલા વર્ષનો અભ્યાસ પણ પૂરો નહીં કરી શક્યા. સ્મૃતિ ઈરાનીના આ એફિડેવિટ પર પ્રિયંકા ચતુર્વેદીએ કટાક્ષ કર્યો છે. આપને જણાવી દઈએ કે રાજ્યસભા ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ એફિડેવિટમાં કહ્યું હતું કે તેઓ ગ્રેજ્યુએટ છે.

આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

English summary
Priyanka Chaturvedi mocks Smriti Iraani sings a song Kyunki Mantriji bhi kabhi graduate thi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X