For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM યોગી પર પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રહાર, બોલ્યા - સરકાર ખેડૂતો પર NSA લગાવશે, ધમકાવશે પરંતુ...

ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ખેડૂત 900-1000 રૂપિયે ક્વિંટલનુ નુકશાન વેઠીને ધાન વેચવા માટે મજબૂર છે કે જે સંપૂર્ણપણે અન્યાય છે. એમએસપી ખેડૂતોનો હક છે. કોંગ્રેસ પૂરી મજબૂતીથી આ હક માટે લડશે.

priyanka gandhi

વાસ્તવમાં, ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદા અને લખીમપુર હિંસા મામલે ગૃહ રાજ્યમંત્રીની ધરપકજ ન થવા સામે 6 કલાકનુ દેશવ્યાપી રેલ રોકો આંદોલન સોમવારે કર્યુ હતુ. આ વિરોધ પ્રદર્શનના કારણે યુપીની રાજધાની લખનઉમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ લખનઉ પ્રશાસને સૂચના આપી હતી કે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા રેલ રોકો આંદોલનમાં ભાગ લેતા લોકો સામે પોલિસ કાર્યવાહી કરશે. જો કોઈ સામાન્ય સ્થિતિને બગાડવાની કોશિશ કરશે તો તેના પર એનએસએ લગાવવામાં આવશે.

ખેડૂતોને ધમકાવશે, એનએસએ લગાવશેઃ પ્રિયંકા ગાંધી

હવે આને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવાર(19 ઓક્ટોબર) ટ્વિટ કરીને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખ્યુ, 'ભાજપ સરકાર ખેડૂતો પર એનએસએ લગાવશે, ખેડૂતોને ધમકાવશે પરંતુ ખેડૂતોને એમએસપી નહિ આપે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ખેડૂતો 900-1000 રૂપિયે ક્વિટલનુ નુકશાન વેઠીને ધાન વેચવા માટે મજબૂર છે કે જ અન્યાય છે. એમએસપી ખેડૂતોનો હક છે. કોંગ્રેસ પૂરી મજબૂતીથી આ હક માટે લડશે.'

યુપી ચૂંટણીમાં ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે પ્રિયંકા ગાંધી

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી સોમવારે રાતે લખનઉ પહોંચ્યા છે અને યુપી ચૂંટણીને લઈને તે ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી આજે બપોરે 1 વાગે રાજધાની લખનઉ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પ્રેસ કૉન્ફરન્સ કરશે. જો કે, જોવાની વાત એ હશે કે પ્રિયંકા ગાંધી કયા મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરશે. જો કે, એવી ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી આજે યુપી વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનુ એલાન કરી શકે છે.

યુપીમાં નથી કોઈ સુરક્ષિતઃ પ્રિયંકા ગાંધી

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે શાહજહાંપુર જિલ્લામાં અદાલત પરિસરમાં એક વકીલની હત્યા કરવાની ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આજકાલ ઉત્તર પ્રદેશમાં કોઈ સુરક્ષિત નથી. ભલે તે મહિલાઓ હોય, ખેડૂત હોય કે પછી વકીલ જ કેમ ન હોય.

English summary
Priyanka Gandhi hits on UP CM Yogi Adityanath, BJP Yogi Govt farmers protest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X