For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીને કેમ સોંપવામાં આવી પૂર્વ યૂપીની જવાબદારી, જાણો પડદા પાછળનું કારણ

પ્રિયંકાને કેમ સોંપાઈ પૂર્વ યૂપીની જવાબદારી, જાણો રહસ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા 2019ની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય દાવ લગાવવા શરૂ થઈ ગયા છે. એપ્રિલ-મેમાં થનાર લોકસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થતા જ રાજનૈતિક દળોએ પોત-પોતાના દાવ ચાલવા શરૂ કરી દીધા છે. યૂપીમાં સપા, બસપા અને આએલડીના મહાગઠબંધનનો ભાગ બનવાથી ચૂકેલી કોંગ્રેસે પણ આગામી લોકસભા ચૂંટણી માટે એક મોટો દાવ રમ્યો. કોંગ્રેસે પ્રિયંકા ગાંધઈ વાડ્રાની પૂર્વ યૂપીમાં પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યાં છે. રાજકીય નિષ્ણાંતો મુજબ પ્રિયંકા ગાંધીને આ જવાબદારી મળતાં પૂર્વ યૂપીમાં ન માત્ર ભાજપનો રસ્તો અઘરો થઈ ગયો બલકે સપા-બસપા ગઠબંધન પર પણ આની અસર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ પ્રિયંકા ગાંધી વિશે અને કેમ તેમને આવડી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

લોકો સાથે કરે છે સીધો સંવાદ

લોકો સાથે કરે છે સીધો સંવાદ

વાત લોકસભા ચૂંટણી 2014ની છે. તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા પોતાના ભાઈ રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારમાં યૂપીના અમેઠી ગયાં હતાં. આ દરમિયાન જનસંપર્ક માટે નિકળેલ પ્રિયંકા ગાંધી અચાનક એસપીજી ઘેરો તોડીને આગળ નિકળી ગયાં. એસપીજી જવાનો કંઈ સમજી શકે તે પહેલા જ પ્રિયંકા ગાંધીએ ઈંટોના ઢગલાને કુદીને લોકો પાસે પહોંચી ગયાં. જે બાદ પ્રિયંકા ગાંધીએ ઈંટોના એ ઢગલા પર જ બેસીને જ લોકોની સમસ્યા સાંભળી. પ્રિયંકા ગાંધીનો આ અંદાજ જ તેમને સામાન્ય લોકો સાથે જોડે છે. કહેવામાં આવે છે કે પ્રિયંકા જ્યારે પણ અમેઠી અથવા રાયબરેલી જાય છે તો તેઓ નાની-નાની સભાઓ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરે છે.

લગ્ન માટે પરિવારને મનાવ્યો

લગ્ન માટે પરિવારને મનાવ્યો

રાજનૈતિક નિષ્ણાંતો મુજબ પ્રિયંકા ગાંધીમાં તેમના દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની છબી દેખાય છે. 12 જાન્યુઆરી 1972ના રોજ જન્મેલ પ્રિયંકા ગાંધીએ 18 ફેબ્રુઆરી 1997ના રોજ મૂળ રૂપે યૂપીના મુરાદાબાદના રહેવાસી અને દિલ્હીના બિઝનેસમેન રૉબર્ટ વાડ્રા સાથે કર્યાં. પ્રિયંકાને બે બાળકો છે, દીકરો-રેહાન વાડ્રા અને દીકરી મિરાયા વાડ્રા છે. દિલ્હીનો મોડર્ન સ્કૂલથી અભ્યાસ કરનાર પ્રિયંકાએ દિલ્હી યૂનિવર્સિટીની જીએસ એન્ડ મેરી સ્કૂલમાંથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન અને બુદ્ધિસ્ટ સ્ટીડઝમાં એમએની ડિગ્રી હાંસલ કરી. પ્રિયંકા અને રોબર્ડ વાડ્રા લગ્નના કેટલાય સમય પહેલાથી જ એકબીજાને જાણતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેના સંબંધને લઈને પહેલા ગાંધી પરિવાર સહમત નહોતો, પરંતુ બાદમાં પ્રિયંકાએ પોતાના પરિવારને મનાવી લીધો અને બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. ફોટોગ્રાફી અને કુકિંગનો શોખ રાખનાર પ્રિયંકાને બાળકો પ્રત્યે કંઈક અલગ જ લગાવ છે.

16 વર્ષની ઉંમરે આપ્યું હતું પહેલું ભાષણ

16 વર્ષની ઉંમરે આપ્યું હતું પહેલું ભાષણ

પ્રિયંકા ગાંધીની હેર સ્ટાઈલ તેમના દાદી ઈન્દિરા ગાંધી સાથે મળતી આવે છે. એમ પણ કહેવાય છે કે તેમના ભાષણોમાં ઈન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે. 16 વર્ષની ઉંમમાં જ પ્રિયંકા ગાંધીએ પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું. જે બાદ પ્રિયંકા કેટલાય રાજનૈતિક જુલૂસો, રેલીઓ અને સમ્મેલનોમાં ભાગ લઈ ચૂક્યાં છે. બહુ નાની ઉંમરેથી જ પ્રિયંકા નિયમિત રૂપથી પોતાના મા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને અમેઠીમાં જવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેઓ લોકોની સમસ્યાઓ સાંભળતાં અને તેમની સાથે સીધો સંવાદ કરતાં. પ્રિયંકા ગાંધીએ 2004ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચાર મેનેજર તરીકે કાર્ય કર્યું. કેટલાય મોટા અવસરમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી રણનીતિને લઈ પડદાની પાછળ મોટી ભૂમિકા નિભાવી ચૂક્યાં છે.

શું રાયબરેલીથી પ્રિયંકા ચૂંટણી લડશે?

શું રાયબરેલીથી પ્રિયંકા ચૂંટણી લડશે?

2007ની યૂપી વિધાનસભા ચૂંટણીમાં જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી અભિયાનમાં લાગ્યા હતા, ત્યારે પ્રિયંકાએ અમેઠી અને રાયબરેલીની 10 સીટની કમાન સંભાળી. તેમણે સીટ વહેંચણીથી વધુ પાર્ટી કાર્યકરોમાં રહેલ અંતરને દબાવવાની કોશિશ કરવામાં બે અઠવાડિયાં વિતાવ્યાં. 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રિયંકાએ અમેઠી અને રાયબરેલીમાં મોટા પાયા પર ચૂંટણી પ્રચાર કર્યો. સૂત્રો મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં રાયબરેલીથી સોનિયા ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી કાર્યકરોની વચ્ચે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવાની માંગ ઉઠી રહી છે.

યૂપી પીર્વમાં કઈ કઈ સીટ આવે છે?

યૂપી પીર્વમાં કઈ કઈ સીટ આવે છે?

જણાવી દઈએ કે યૂપી પૂર્વમાં રાહુલ ગાંધીની સીટ અમેઠી, માયાવતીની સીટ આંબેડકર નગર ડિસ્ટ્રિક્ટ, અયોધ્યા, મુલાયમ સિંહ યાદવની સીટ આઝમગઢ ડિસ્ટ્રિક્ટ ઉપરાંત બાલ્લિયા ડિસ્ટ્રિક્ટ, બલરામપૂર, બહરૈચ, બસ્તી, ભદોહી, ચંડૌલી, દેઓરિયા, ગાઝિયાપુર, ગોરખપુર, ગોંડા, જાઉનપુર, કુશિનગર, મહારાજગંજ, માઉ, મિર્ઝાપુર, સંત કબિર નગર, સિદ્ધાર્થ નગર, સુલતાન ડિસ્ટ્રિક્ટ, સોનભદ્રા અને વારાણસી સીટ આવે છે.

પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી, મહાસચિવનું પદ અપાયું પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી, મહાસચિવનું પદ અપાયું

English summary
Priyanka Gandhi Profile: Rahul Gandhi Appoints Priyanka Gandhi General Secretary in UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X