આ દેશમાં ખેડૂતોથી મોટુ કોઈ નથી, મને ખુશી છે કે સરકાર આ સમજી ગઈઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાની વાપસીને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે.

લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાની વાપસીને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે શું દેશ એ નથી સમજી રહ્યો કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેમને લાગ્યુ હશે કે સ્થિતિ ઠીક નથી. આ સર્વેક્ષણોમાં જોઈ શકાય છે કે સ્થિતિ ઠીક નથી. માટે તે ચૂંટણી પહેલા માફી માંગવા આવ્યા છે. પ્રિયંકાએ કહ્યુ, 'મને ખુશી છે કે આ સરકાર સમજી ગઈ છે કે આ દેશમાં ખેડૂતોથી મોટુ કોઈ નથી. આ દેશમાં એક સરકાર જો ખેડૂતોને કચડવાની કોશિશ કરે અને ખેડૂત ઉભા થઈ જાય તો સરકારને અંતમાં ઝૂકવુ જ પડશે. એ સરકાર સમજી ગઈ છે.'

Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'સરકારના નેતાઓએ ખેડૂતોને શું નથી કહ્યુ? આંદોલનજીવી, ગુંડા, આતંકવાદી, દેશદ્રોહી - આ બધાને કોણો બોલાવ્યા? જ્યારે આ બધુ કહેવામાં આવી રહ્યુ હતુ ત્યારે પીએમ ચૂપ કેમ હતા? તેમણે ખુદ આંદોલનજીવી શબ્દનુ ઉચ્ચારણ કર્યુ.' પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યુ, 'જ્યારે ખેડૂતો મરી રહ્યા હતા, ડંડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી રહી હતી - આ કોણ કરી રહ્યુ હતુ? તમારી સરકાર. આજે તમે કહો છો કે કાયદા પાછા લેવામાં આવશે. અમે તમારા પર કેવી રીતે ભરોસો કરીશુ? મને ખુશી છે કે સરકાર સમજી ગઈ છે કે આ દેશમાં ખેડૂતોથી મોટુ કોઈ નથી.'

તમને જણાવી દઈએ કે મોદી સરકારે ગુરુ નાનક જયંતિના પ્રસંગે મોટો નિર્ણય લઈને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કરી દીધુ છે. રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે ત્રણે કૃષિ કાયદા દેશના નાના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા હતા અને કૃષિ વિશેષજ્ઞ સાથે ચર્ચા બાદ જ આ કાયદાને પ્રારુપ બનાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે કદાચ અમારી તપસ્યામાં જ કોઈ કમી રહી હશે જેના કારણે અમે ખેડૂતોને આ કૃષિ કાયદાના યોગ્ય લાભ જણાવી શક્યા નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X