For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીના દીકરા રેહાન વાડ્રાએ પહેલી વાર આપ્યો મત, કહી મહત્વની વાત

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને બિઝનેસમેન રૉબર્ટ વાડ્રાની સાથે સાથે તેમના દીકરા રેહાન રાજીવ વાડ્રાએ પણ મતદાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020 માટે આજે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ગાંધી પરિવારના સભ્યોએ પણ મતદાન કર્યુ. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને બિઝનેસમેન રૉબર્ટ વાડ્રાની સાથે સાથે તેમના દીકરા રેહાન રાજીવ વાડ્રાએ પણ મતદાન કર્યુ. રેહાન ઉપરાંત આ વખતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દીકરા પુલકિત કેજરીવાલે પણ પહેલી વાર મતદાન કર્યુ છે.

raihan

પ્રિયંકા ગાંધી વાડ્રા, રૉબર્ટ વાડ્રાના દીકરા રેહાન રાજીવ વાડ્રાએ લોધી એસ્ટેટમાં બૂથ નંબર 14 અને 116 પર પોતાનો મત આપ્યો. પહેલી વાર પોતાનો મત આપ્યા બાદ પ્રિયંકા ગાંધીના દીકરા રેહાન વાડ્રાએ કહ્યુ કે લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બનીને સારુ લાગ્યુ. દરેકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે દરેકને સાર્વજનિક પરિવહનની સુવિધા મળવી જોઈએ અને શિક્ષણ મફત હોવુ જોઈએ.

રેહાને કહ્યુ કે હું પોતાના શહેરનો વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના વિચાર સાથે મતદાન કરી રહ્યો છુ. દિલ્લીમાં ટ્રાન્સપોર્ટ એક મોટી સમસ્યા છે. આનો ઉકેલ હોવો જોઈએ. સાથે જ મહિલા સુરક્ષા પર પણ કામ કરવુ જોઈએ. તેમણે જણાવ્યુ કે ગઈ વખતે તે પોતાના મતનો ઉપયોગ કરી શક્યા નહોતા કારણકે એ વખતે તેમની પરીક્ષાઓ ચાલી રહી હતી. આ પહેલા રાહુલ ગાંધીએ ઔરંગઝેબ લેન સ્થિત એનપી સીનિયર સ્કૂલમાં મતદાન કર્યુ. મતદાન બાદ સોનિયા ગાંધીએ લોકોને અપીલ કરી કે તે આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

તમને જણાવી દઈએ કે આજે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત મતદાન કરવા સિવિલ લાઈન વિસ્તાર પહોંચ્યા. મત આપ્યા બાદ સીએમ કેજરીવાલે મીડિયા સાથે વાત કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આપ પાર્ટી ત્રીજા વાર જીતીને સત્તામાં બેસશે. સીએમ કેજરીવાલે ખાસ મહિલાઓને મત આપવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે કેસ?આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે કેસ?

English summary
Priyanka Gandhi son Raihan Vadra casting his vote first time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X