For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાની નિયુક્તિ પર ભાજપે કહ્યું, આ ફક્ત પરિવારની પાર્ટી છે

લાંબા સમયથી કોંગ્રેસમાં ઉઠી રહેલી માંગ પછી હવે આખરે પ્રિયંકા ગાંધીની દેશની રાજનીતિમાં ઔપચારિક એન્ટ્રી થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી કોંગ્રેસમાં ઉઠી રહેલી માંગ પછી હવે આખરે પ્રિયંકા ગાંધીની દેશની રાજનીતિમાં ઔપચારિક એન્ટ્રી થઇ ચુકી છે. પ્રિયંકા ગાંધીને પાર્ટીની મહાસચિવ બનાવવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા પર હવે ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ભાજપે કહ્યું છે કે કોંગ્રેસે હંમેશા વંશવાદને પ્રોત્સાશન આપ્યું છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી, મહાસચિવનું પદ અપાયું

સંબિત પાત્રાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

સંબિત પાત્રાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમને કહ્યું કે કોંગ્રેસ પરિવારને પાર્ટી સાંજે છે જયારે ભાજપ પાર્ટીને પરિવાર સમજે છે. સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે રાહુલ ગાંધી ફેલ થયા છે. આપને જણાવી દઈએ કે આજે કોંગ્રેસ પાર્ટીએ એક મોટો નિર્ણય લેતા પ્રિયંકાને પાર્ટીની મહાસચિવ બનાવી છે. તેમને પૂર્વ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવની જવાબદારી આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી પોતાનું પદ સંભાળશે.

લોકસભા ચૂંટણી 2019 ધ્યાનમાં રાખીને આ દાવ રમ્યો

લોકસભા ચૂંટણી 2019 ધ્યાનમાં રાખીને આ દાવ રમ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 ધ્યાનમાં રાખીને આ દાવ રમ્યો છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની જવાબદારી આપવામાં આવી છે જયારે જ્યોતિરાદિત્ય સિંધ્યાને પશ્ચિમ યુપીની જવાબદારી આપવામાં આવી છે. તેની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલને કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણય પછી હવે પ્રિયંકા ગાંધીની રાજિનીતિમાં એન્ટ્રી થઇ ચુકી છે.

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં આવવાની માંગ

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં આવવાની માંગ

લાંબા સમયથી પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં આવવાની માંગ થઇ રહી હતી. 47 વર્ષીય પ્રિયંકા ગાંધી અત્યાર સુધીમાં અમેઠી અને રાયબરેલીના મતદારક્ષેત્રોમાં રાજકારણમાં તેમની ભૂમિકાને સીમિત કરી દીધી છે પરંતુ હવે તેઓ મોટી જવાબદારી માટે તૈયાર છે.

English summary
Priyanka Gandhi vadra appointed as congress general secretary, bjp calls dynasty politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X