આજે કર્ણાટક બંધ, ખાનગી અને સરકારી નોકરીઓમાં કન્નડ લોકો માટે અનામતની માંગ
કન્નડ સમર્થિત સંગઠનોએ આજે રાજ્યમાં બંધ આપ્યો છે. આ બંધ સરોજિની મહિષીનો રિપોર્ટ લાગૂ કરાવવાની માંગ માટે બોલાવવામાં આવ્યો છે. આ રિપોર્ટે ખાનગી સેક્ટર અને સરકારી નોકરીઓમાં કન્નડ લોકોને પ્રાથમિકતા આપવાની ભલામણ કરી હતી. સ્થાનિક મીડિયા મુજબ અમુક ઉપદ્રવીઓએ દક્ષિણ કન્નડ જિલ્લામાં સરકારી બસ પર પત્થરમારો કર્યો છે. જો કે સ્કૂલ અને કોલેજની અધિકૃત રજાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જિલ્લા પ્રશાસન સ્થિતિને જોઈને રજા અંગેનો નિર્ણય લઈ શકે છે. વળી, સરકાર બંધ બોલાવનાર સાથે વાત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ અપીલ કરીને આ સંગઠનોને કહ્યુ છે કે તેમની સરકાર કન્નડ લોકોનુ સમર્થન કરે છે અને સંગઠન લોકોને બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આપે.
સરકારે એ પણ કહ્યુ છે કે તે આ રિપોર્ટને લાગૂ કરવા પર કામ કરી રહી છે. યેદિયુરપ્પાએ કહ્યુ છે, જે લોકો આંદોલન કરી રહ્યા છે, જો તે મારી સાથે વાત કરવા તૈયાર હોય તો હું તેમની સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર છુ. અમે પહેલા પણ ઘણા કામ કર્યા છે(સરોજિની મહિષી રિપોર્ટને લાગૂ કરવા માટે), અન્ય કયા કામ કરી શકાય છે. આના માટે હું તેમના સાથે વાત કરવા માટે તૈયાર છુ. વળી, કર્ણાટક પોલિસના વરિષ્ઠ અધિકારી ભાસ્કર રાવનુ કહેવુ છે કે પ્રદર્શન કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કોઈ પણ બળજબરીથી દુકાનો બંધ ન કરાવી શકે.
આ પણ વાંચોઃ આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ગોજારો અકસ્માત, બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં 14ના મોત