For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-યુપી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસોમાં આંધી-તોફાનની આશંકા

કર્ણાટકમાં ભલે રાજકીય પારો ગરમાયેલો હોય, આ બધા વચ્ચે હવામાન વિભાગે મોટી એલર્ટ જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ભલે રાજકીય પારો ગરમાયેલો હોય, આ બધા વચ્ચે હવામાન વિભાગે મોટી એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગ તરફથી આપેલી ચેતવણી મુજબ આગામી ત્રણ દિવસમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં તોફાન, વાવાઝોડુ અને કરા પડવાની સંભાવના છે. આમાં જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો શામેલ છે. હવામાન વિભાગે રાજસ્થાનમાં વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે.

તોફાન, વાવાઝોડુ અને કરા પડવાની સંભાવના

તોફાન, વાવાઝોડુ અને કરા પડવાની સંભાવના

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે મોસમનો મિજાજ દેશના અલગ અલગ ભાગોમાં જોવા મળી રહ્યો છે તે બાદ હવામાન વિભાગે સતત આ અંગે એલર્ટ જારી કરી રહ્યુ છે. ગુરુવારે પણ હવામાન વિભાગે ફરી એક વાર ચેતવણી જારી કરી છે. ડૉ. કે. સતીદેવીએ જણાવ્યુ કે જમ્મૂ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને નોર્થ વેસ્ટ ઈન્ડિયમાં આગામી 3 દિવસો સુધી તોફાન, વાવાઝોડુ અને કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનમાં વાવાઝોડુ આવવાની સંભાવના જતાવવામાં આવી છે.

હવામાન વિભાગે જારી કર્યુ એલર્ટ

હવામાન વિભાગે જારી કર્યુ એલર્ટ

હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસો માટે એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા બુધવારે મોડી રાતે દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં અચાનક બદલાવ આવ્યો છે. અચાનક હવામાનમાં આવેલા બદલાવને કારણે ઘણા નુકશાનની જાણકારી મળી હતી. આ તોફાનમાં વૃક્ષો પડવાની, ઘણી જગ્યાએ થાંભલા પડવાના પણ સમાચાર આવ્યા હતા. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં વિજળી પણ ડૂલ થઈ ગઈ હતી.

રાજસ્થાનમાં વાવાઝોડા સાથે તોફાનની આશંકા

રાજસ્થાનમાં વાવાઝોડા સાથે તોફાનની આશંકા

તમને જણાવી દઈએ કે 2 મે થી ઉત્તર ભારતમાં સતત તોફાનનું તાંડવ ચાલુ છે. હવામાન વિભાગ વરસાદ અને આંધી અંગે એલર્ટ સતત જારી કરી રહ્યુ છે. ગયા રવિવારે આવેલા તોફાનમાં કુલ 39 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 2 મે ના રોજ આવેલા તોફાનમાં સેંકડો લોકો અકાળે મૃત્યુના શિકાર બન્યા હતા, જેમાં સૌથી વધુ તબાહી યુપીના આગ્રામાં થઈ હતી જ્યાં 50 લોકોના મોત નીપજ્યા હતા.

English summary
probability thunderstorm winds hailstorms up delhi rajasthan parts north west india three days imd
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X