India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત રત્ન નાનાજી દેશમુખઃ સમાજસેવા માટે ઠુકરાવી દીધુ હતુ મંત્રીપદ

|
Google Oneindia Gujarati News

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નરેન્દ્ર મોદી સરકારે ત્રણ લોકોને દેશનું સર્વોચ્ચ સમ્માન આપવાનું એલાન કર્યુ. પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના કદાવર નેતા પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન આપવાનું એલાન કર્યુ છે. નાનાજી દેશમુખ સમાજસેવી હતા અને તે ભારતીય જનસંઘના દિગ્ગજ નેતા હતા. 1997માં જનતા પાર્ટીની સરકાર દરમિયાન નાનાજી દેશમુખ મોરારજી દેસાઈએ તેમને પોતાના મંત્રીમંડળમાં પણ શામેલ કર્યા હતા. પરંતુ નાનાજીએ મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યુ હતુ કે 60 વર્ષની ઉંમર બાદ લોકોએ સરકારમાંથી બહાર રહી સમાજની સેવા કરવી જોઈએ.

શાકભાજી વેચીને કર્યો અભ્યાસ

શાકભાજી વેચીને કર્યો અભ્યાસ

નાનાજી દેશમુખનું સાચુ નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ હતુ. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1916માં થયો હતો. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના કંદોલી કસ્બામાં જન્મેલા નાનાજી દેશમુખે બાળપણમાં જ પોતાના માતાપિતાને ગુમાવી દીધા હતા. તેમનો જન્મ મરાઠી પરિવારમાં થયો હતો અને શરૂઆતનુ જીવન ઘણુ સંઘર્ષપૂર્ણ હતુ. નાનાજી દેશમુખનું પાલનપોષણ તેમના મામાએ કર્યુ હતુ. શિક્ષણમાં નાનાજીને ઘણો રસ હતો પરંતુ અભાવના કારણે તેમની પાસે પુસ્તકો ખરીદવાના પણ પૈસા નહોતા. તેમણે શાકભાજી વેચીને શિક્ષણ માટે પૈસા ભેગા કર્યા, મંદિરમાં સમય પસાર કર્યો. ત્યારબાદ તેમણે બિરલા ઈન્સ્ટીટ્યુટમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ અને બાદમાં 1930માં તે આરએસએસમાં શામેલ થઈ ગયા. નાનાજીએ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સમાજસેવાના ક્ષેત્રમાં ઘણુ કામ કર્યુ હતુ.

આરએસએસમાં નિભાવી ભૂમિકા

આરએસએસમાં નિભાવી ભૂમિકા

નાનાજી દેશમુખ લોકમાન્ય બાલગંગાધર તિલકના વિચારોથી ઘણા પ્રભાવિત હતા. તેમનાથી પ્રેરણા મેળવીને તેમણે સમાજસેવાનું કામ શરૂ કર્યુ. સંઘના સરસંઘસંચાલક ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારનો નાનાજીના પરિવાર સાથે સંબંધ હતા અને નાનાજીની પ્રતિભાને તેમણે ઓળખી લીધી હતી એટલા માટે તેમણે નાનાજીને સંઘમાં શામેલ થવા માટે કહ્યુ. આરએસએસની અંદર નાનાજીએ ઘણી મહત્વની ભૂમિકા નિભાવી. તેમણે સંઘની પત્રિકા પંચજન્યના પ્રકાશનમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી.

સમાજસેવામાં મહત્વનું યોગદાન

સમાજસેવામાં મહત્વનું યોગદાન

ભારતીય જનસંઘની સ્થાપના બાદ નાનાજીએ ઉત્તર પ્રદેશમાં મહાસચિવનું પદ સંભાળ્યુ અને બાબુ ત્રિલોકી સિંહની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી. ડૉક્ટર રામ મનોહર લોહિયા, ચંદ્રભાનુ ગુપ્ત જેવા દિગ્ગજ નેતા પણ નાનાજીનું સમ્માન કરતા હતા. નાનાજીએ ભૂદાન આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવી અને વિનોબા ભાવે સાથે મળીને સમાજસેવાના ક્ષેત્રમાં કામ કર્યુ. જેપી આંદોલનના સમયે જયપ્રકાશ નારાયણને પોલિસની લાઠીઓને બચાવવામાં નાનાજીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. નાનાજી બલરામપુર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે.

શરીરનું દાન આપનારા દેશના પહેલા વ્યક્તિ

શરીરનું દાન આપનારા દેશના પહેલા વ્યક્તિ

અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાનાજીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા. સમાજસેવાના ક્ષેત્રમાં તેમના યોગદાનના કારણે પદ્મના પુરસ્કારથી પણ નવાઝવામાં આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે મોદી સરકારે તેમને દેશનું સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો. 94 વર્ષની ઉંમરમાં નાનાજી ચિત્રકૂટમાં નિધન થઈ ગયુ. તે દેશના પહેલા એવા વ્યક્તિ હતા જેમણે પોતાના શરીરને મેડીકલના છાત્રો માટે દાન કર્યુ હતુ. નિધન બાદ તેમના મૃતદેહને એઈમ્સને સોંપી દેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડનું થયું સમાપન, મોદીએ સૌનું અભિવાદન કર્યું આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડનું થયું સમાપન, મોદીએ સૌનું અભિવાદન કર્યું

English summary
Profile Bharat Ratna Nanaji Deshmukh. He contributed a lot in the field of social service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X