• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, શું કરતા હતા દિલ્હી ગેંગરેપના આરોપી

|

નવી દિલ્હી, દિલ્હીની સાકેત કોર્ટે 16 ડિસેમ્બર, 2012ની રાત્રે 23 વર્ષીય ફીઝીયોથેરાપીની વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર અને પછી હત્યાના મામલે ચાર આરોપીઓને મંગળવારે દોષી જાહેર કરવામાં આવ્યા છે અને આજે તેમને સજા સંભળાવવામાં આવશે. તેમને કદાચ આજીવન કેદ અથવા ફાંસીની સજા થઇ શકે છે, જો કે, દેશ તેમના માટે ફાંસીની સજાની માંગ કરી રહ્યું છે.

અતિરિક્ત સત્ર ન્યાયાધીશ યોગેશ ખન્નાએ ચારેયને ગેંગરેપ, હત્યા, પીડિતાના મિત્રની હત્યાનો પ્રયાસ, અપ્રાકૃતિક ગુનો, પૂરાવાનો નષ્ટ કરવો અને ચોરીના મામલામાં દોષી ઠેરવ્યા છે. જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે, હું સામુહિક દુષ્કર્મ, પીડિતાની હત્યા, ફરિયાદકર્તા(પીડિતાના મિત્ર)ની હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, એક સરખા ઇરાદા, પૂરાવા નષ્ટ કરવા માટે તમામ આરોપીઓને દોષી જાહેર કરું છું. આ તમામને બુધવારે સજા સંભળાવવામાં આવશે.

આ મામલાના છ આરોપી હતા- રામ સિંહ, મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને એક સગીર. તો ચાલો એક નજર નાખીએ આ છ ગુનેગારોની પ્રોફાઇલ પર, જેમાં રામ સિંહ આ દુનિયામાં નથી. તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

રામ સિંહ

રામ સિંહ

આ મામલે મુખ્ય આરોપી રામ સિંહનું મોત માર્ચ 2013માં તિહાર જેલમાં થયું. પોલીસ અનુસાર તેણે આત્મહત્યા કરી, જ્યારે પરિવાર કહે છે કે, તેની હત્યા કરવામાં આવી છે. 33 વર્ષીય રામ સિંહ એક વિધુર હતો, જે રવિદાસ સ્લમ કોલોનીમાં રહેતો હતો. તે એક બસ ડ્રાઇવર હતો. જે દિવસે દિલ્હી સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એ સમયે બસ એ જ ચલાવી રહ્યો હતો. તેને કુલ પાંચ ભાઇ છે. બાળપણમાં જ્યારે તેને સ્કૂલમાં મોકલવામાં આવ્યો, તો પ્રાઇમરી કક્ષા બાદ તે સ્કૂલ છોડીને ભાગી આવ્યો હતો. 2009માં એક બસ દુર્ઘટનામાં તેના જમણા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી, તેને આધાર બનાવીને તેના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

 મુકેશ સિંહ

મુકેશ સિંહ

મુકેશ સિંહ, રામ સિંહનો નાનો ભાઇ છે, તેની ઉંમર 20 વર્ષ છે. તે પણ રવિદાસ કોલોનીમાં રહેતો હતો. તેના પર આરોપ છે કે, તેણે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ છાત્રા અને તેના મિત્રને માથા પર લોખંડની રોડ વડે હુમલો કર્યો, જ્યારે છાત્રા સાથે છેડછાડ શરૂ થઇ ત્યારે રામ સિંહના સ્થાને મુકેશ જ ડ્રાઇવિંગ સીટ પર આવીને બેઠો હતો.

વિનય શર્મા

વિનય શર્મા

20 વિનય જીમમાં આસિસ્ટન્ટ ફિટનેસ ટ્રેનર હતો. તે પણ રવિદાસ કોલોનીમાં રહેતો હતો અને મુકેશ સિંહનો મિત્ર હતો. આ તમામ આરોપીઓમાંથી એક છે, જે ભણેલો અને અંગ્રેજી સમજી અને બોલી શકતો હતો. તેણે સ્નાતક પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. વિનયના વકીલનું કહેવું છે કે, જે સમયે આ ઘટના ઘટી ત્યારે તે દિલ્હીમાં નહોતો, એ અન્ય આરોપી પવન ગુપ્તા સાથે મ્યૂઝીક ફંક્શનમાં ગયો હતો.

અક્ષય ઠાકુર

અક્ષય ઠાકુર

28 વર્ષીય અક્ષય ઠાકુર બિહારનો રહેવાસી છે અને તેની પોલીસે 21 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. તે બસમાં ક્લીનરનું કામ કરતો હતો. તેણે ગયા વર્ષે જ અભ્યાસ છોડી દીધો હતો. અક્ષય પરણીત હતો અને તેને એક પુત્ર પણ છે. અક્ષયનો દાવો છે કે એ રાત્રે ઘટના ઘટી તે પહેલા જ તે બિહાર જવા રવાના થઇ ચૂક્યો હતો.

પવન ગુપ્તા

પવન ગુપ્તા

19 વર્ષીય પવન ગુપ્તા પરચૂરણની દુકાન ધરાવતો હતો. રિપોર્ટ અનુસાર વારદાતને અંજામ આપ્યા બાદ સૌથી ઘૃણાસ્પદ કામ તેણે કર્યું હતું. તેણે યુવતીની કમર નીચેના ભાગે રોડ વડે હુમલો કર્યો, જ્યારે તેના પિતા હીરાલાલનો દાવો છે કે, તેના પર ખોટો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. પિતા અનુસાર તેણે બપોરે દુકાન બંધ કર્યા બાદ ઘર પર જ ચિકન ખાઇને અને દારુ પીધા બાદ નજીકમાં જ એક મ્યૂઝીક ફંક્શનમાં જતો રહ્યો હતો. બાદમાં તેઓ જાતે જ તેને ઘરે લઇ આવ્યા હતા.

સગીર આરોપી

સગીર આરોપી

છઠ્ઠો આરોપી સગીર છે, જેનું નામ અને તસવીરનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેની ઉમર 17 વર્ષની હતી, જ્યારે આ ઘટના ઘટી હતી. જેના કારણે 31 ઑગસ્ટે જુવેનાઇલ કોર્ટે તેને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. તે દિલ્હીમાં ભણતો હતો, પરંતુ સ્કૂલ જવાના બદલે તે અન્ય કામ કરવા લાગ્યો. બાદમાં તે રામ સિંહના સંપર્કમાં આવ્યો અને તેની સાથે ફરવા લાગ્યો. જણાવવામાં આવે છે કે, આ હેવાનિયત ભરેલી વારદાતમાં સૌથી વધું દરિંદગી આ જ આરોપીએ કરી હતી.

English summary
Profiles of six accused of Delhi Gang rape. All were put on trial for last December's notorious gang rape and murder of a female para medical student on a bus in December 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more