For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું ફરમાન: કામચોર બાબુઓની થશે છુટ્ટી, કામ કરનારને મળશે પ્રમોશન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: કામમાં લાપરવાહી રાખનાર અને કામચોર કર્મચારીઓને લઈને નરેન્દ્ર મોદી સરકારે એક ફરમાન જાહેર કર્યું છે. જે બાબુઓનું પર્ફોમન્સ ખરાબ હશે અથવા તો કામચોર હશે તેવા તમામ કર્મચારીઓને નિવૃત્તિ આપી દેવામાં આવશે. જે જાણકારી મળી રહી છે તે અનુસાર DOPTના એક નિયમ અનુસાર હવે સરકારી બાબુઓને પ્રમોશન તેમના પર્ફોમન્સના આધારે આપવામાં આવશે. સાથે જ કામ નહીં કરનાર કર્મચારીઓ પર પણ ગાજ પડશે.

Narendra modi

DOPT વિભાગે આ સંબંધમાં એક નોટીસ પણ જાહેર કરી દીધી છે. જે સરકારી બાબુઓએ ત્રીસ વર્ષની ડ્યુટી અને 50 વર્ષની ઉંમર પાર કરી દીધી છે, તે અધિકારીઓના પ્રમોશન માટે પર્ફોમન્સ રીવ્યુ કરવામાં આવશે. અને જો તે રીવ્યુમાં તેઓ ફેલ થશે તો તેમને રજા આપી દેવામાં આવશે.

3 મહિનાની નોટીસ, ફરજીયાત નિવૃત્તિ
વિભાગના નવા નિયમ મુજબ કામ નહિં કરવા વાળા કર્મચારીઓને ફરજીયાત નિવૃત્તિ આપી દેવામાં આવશે. જો કોઈ કર્મચારીનું પર્ફોમન્સ યોગ્ય નથી તો તેને ત્રણ મહિનાની નોટીસ આપીને ફરજીયાત નિવૃત્તિ આપવામાં આવશે.

પર્ફોમન્સના આધારે રજા
નવા નિયમ અનુસાર સરકારી નોકરશાહોને રજા અથવા તો પ્રમોશન તેમના પર્ફોમન્સના આધારે જ આપવામાં આવશે.

English summary
Promotion of govt officers will be based on performance, DOPT orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X