કેવુ હશે દેશનુ નવુ સંસદ ભવન, જેનો પીએમ મોદી 10મી ડિસેમ્બરે કરશે શિલાન્યાસ
નવી દિલ્લીઃ દેશમાં નવા સંસદ ભવનનુ નિર્માણ આવતા સપ્તાહે શરૂ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શનિવારે આ વિશે માહિતી આપી છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યુ કે સંસદની જે નવી બિલ્ડીંગ બનશે તે કેવી હશે. 75માં સ્વતંત્રતા દિવસ સુધી આ ભવન તૈયાર થવાની વાત કહેવામાં આવી છે.

લોકસભામાં 888 સીટો હશે
સેન્ટ્રલ પુનર્વિકાસ પરિયોજના હેઠળ નવા ભવનનુ નિર્માણ વર્તમાન ભવન પાસે કરવામાં આવશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે જણાવ્યુ કે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા સંસદ ભવનનો શિલાન્યાસ સમારંભ 10 ડિસેમ્બરે બપોરે 1 વાગે થશે. સમારંભની શરૂઆત પ્રધાનમંત્રી દ્વારા ભૂમિપૂજન સાથે થશે. ભારતની આઝાદીના 75 વર્ષ થવા પર અમે નવા સંસદ ભવનમાં બંને ગૃહોના સત્રની શરૂઆત કરીશુ. નવા બિલ્ડીંગમાં લોકસભા સભ્યો માટે 888 સીટો હશે અને રાજ્યસભા સભ્યો માટે 326 સીટોથી વધુ સીટો હશે. લોકસભા હૉલમાં 1224થી વધુ સભ્યોના એક સાથે બેસવાની વ્યવસ્થા હશે.

જૂની સંસદથી 17,000 વર્ગમીટર મોટુ હશે નવુ ભવન
લોકસભા સ્પીકરે જણાવ્યુ છે કે આને 971 કરોડ રૂપિયાની કિંતે 64,500 વર્ગમીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. બિરલાએ કહ્યુ કે નવુ સંસદ ભવન આત્મનિર્ભર ભારતનુ એક શાનદાર ઉદાહરણ હશે જે દેશની વિવિધતાને પ્રતિબિંબિત કરશે. આ જૂના સંસદ ભવનની સરખામણીાં 17,000 વર્ગમીટર મોટુ હશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને પરિયોજનાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

નવી ઈમારતમાં આ સુવિધાઓ પણ હશે
આ નવી ઈમારતમાં ભારતની લોકતાંત્રિક વારસાને દર્શાવવા માટે એક ભવ્ય બંધારણ હૉલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, બિલ્ડિંગમાં ઘણા સમિતિ કક્ષ, ડાઈનિંગ એરિયા અને મોટી પાર્કિંગ પ્લેસ હશે. નવી બિલ્ડિંગમાં ત્રણ ફ્લોર હશે જેમાંથી એક ગ્રાઉન્ડ ફ્લોર જ્યારે બે માળ તેની ઉપર હશે. ભવનની ડિઝાઈન ત્રિકોણીય હશે જેનો નઝારો આકાશમાંથી જોતા ત્રણ રંગોની કિરણોવાળો હશે. સંસદમાં ટુ સીટર બેંચ હશે એટલે કે એક ટેબલ પર બે સાંસદ બેસી શકશે.
Pics: ખેડૂતોએ ફરી ઠુકરાવ્યુ સરકારનુ લંચ, જમીન પર બેસી જમ્યા