દેહ વ્યાપાર ધંધામાં કેરળ બન્યું ડિજિટલ, આ રીતે થાય છે કામ
ભારત ધીરે ધીરે ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ કેરળમાં એક ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. કેરળમાં દેહ વ્યાપાર ધંધામાં ડિજિટલ પેમેન્ટ મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં ખબર પડે છે કે ડિજિટલ સુવિધાનો લાભ ગુનાઓ વધારવા માટે પણ થઇ રહ્યો છે. કેરળ સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યોમાં દેહ વ્યાપાર ધંધામાં પૈસાની લેવડ દેવળ માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બધું ઓનલાઇન નક્કી થાય છે
કેએસએસીએસ ઘ્વારા કેટલાક એનજીઓ સાથે મળીને રિપોર્ટ તૈયાર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દેહ વ્યાપાર માટે વહાર્ટસપ ઘ્વારા મેસેજ કરવામાં આવે છે અને મળવા માટે સમય અને જગ્યા નક્કી થાય છે.

ગરીબ પરિવારના લોકો વધુ
રિપોર્ટ અનુસાર વધારે મહિલાઓ દેહ વ્યાપાર ધંધા સાથે જોડાયેલી છે તેઓ ગરીબ પરિવારથી આવે છે. પરંતુ આ ધંધામાં કેટલાક એવા લોકો પણ છે જેઓ મોટા પરિવારમાંથી આવે છે અને તેમને પૈસા માટે આ ધંધો પસંદ કર્યો છે. જયારે કેટલાક એવા પણ લોકો છે જેઓ હાઈફાઈ લાઈફ જીવવા માંગે છે અને તેઓ આ ધંધામાં આવી જાય છે. ટેક્નોલોજી તેમને માટે ઉપયોગી સાબિત થાય છે. ટેક્નોલોજીને કારણે પૈસાની લેવડ દેવળ અને મળવાની જગ્યા નક્કી કરવામાં કોઈ જ મુશ્કિલ નથી આવતી.

પૈસા અને આલીશાન લાઈફ માટે કરે છે ધંધો
આ ધંધામાં જોડાયેલા કેટલાક લોકો એવા પણ છે જેઓ પાર્ટ ટાઈમ નોકરી કરે છે અને વધારે પૈસાની જરૂરને કારણે તેઓ આ ધંધામાં જોડાય છે. કેએસએસીએસ ડાયરેક્ટર રમેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ લોકોને જાગૃકતા અભિયાન હેઠળ યૌન સંબંધ અંગે જોડાયેલી માહિતી આપીયે છે.