સ્પા સેન્ટરમાં મસાજના નામે દેહવ્યાપર, 10 કોલગર્લ્સની ધરપકડ
જયપુરમાં VIP વિસ્તાર બનીપાર્કના એક સ્પા સેન્ટર પર પોલીસે રેડ પાડીને એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે દેહવ્યાપાર કરતી 10 કોલગર્લ્સ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી છે. આ બધી જ કોલગર્લ્સ થાઇલેન્ડની રહેવાસી છે. પોલીસે રેડ પાડી તે સ્થળ પરથી ઘણો આપત્તિજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે પીટા એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ રહેલી જાણકારી મુજબ બનીપાર્ક વિસ્તારના બે સ્પા સેન્ટર "ધ થાઇ હાર્મની" અને "ક્રિસ્ટલ સ્પા સેન્ટર" પર રેડ કરવામાં આવી હતી.
Photos: ભારતના બદનામ બજાર, જ્યાં થાય છે ખુલ્લેઆમ દેહવ્યાપાર
પોલીસે જ્યારે આ સ્થળની તપાસ હાથ ધરી ત્યારે યુવતીઓ આપત્તિનજક અવસ્થામાં ઝડપાઇ હતી. પોલીસે જણાવ્યું કે 4 છોકરીઓ "ધ થાઇ હાર્મની" અને 6 છોકરીઓ "ક્રિસ્ટલ સ્પા સેન્ટર"માંથી ઝડપાઇ છે. મળી રહેલી જાણકારી મુજબ બંને સ્પાના મેનેજર, કર્મચારીઓ અને કેટલાક ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ જાણકારી મુજબ બધી જ 10 વિદેશી યુવતીઓના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે વિદેશ મંત્રાલય અને થાઇલેન્ડ દુતાવાસને જાણકારી આપી દેવામાં આવી છે.
મસાજના નામે એન્ટ્રી અને પછી....
પોલીસના જણાવ્યા મુજબ આ બંને સ્પા સેન્ટરના રીસેપ્શન પર માત્ર સ્પા અને મસાજના ભાવ જ કહેવામાં આવતા હતા. પરંતુ અંદર ગયા બાદ અનૈતિક કામ માટે યુવતિઓ સાથે 5000થી 10 હજારમાં ડીલ થતી હતી. નક્કી થયેલી રકમ યુવતીઓ લેતી હતી, પરંતુ આ રકમ સેન્ટર સંચાલક પાસે પહોંચતી હતી.