For Quick Alerts
For Daily Alerts
થાને પાસે રિટાયર IAS ના ઘરમાં ચાલતો હતો જિસ્મનો ધંધો..
પોલીસે એક રિટાયર IAS ના ઘરમાંથી એક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. અહી પટના અને બીજા અનેક જીલ્લાઓમાંથી યુવતીઓને લાવવામાં આવતી હતી અને તેમના શરીરનો ધંધો કરવામાં આવતો હતો. પોલીસે ત્યાંથી 4 છોકરીઓ અને 5 છોકરાઓને કઢંગી હાલતમાં પકડી પાડ્યા છે.
રિટાયર IAS ઓફિસર રાજેશે ભાડે એક ફ્લેટ લિધો હતો. જેમાં તે સેક્સ રેકેટનો ધંધો ચલાવતો હતો. પોલીસના રિપોર્ટ મુજબ અહી દુર દુર થી છોકરીઓ લાવવામાં આવતી હતી. આ છોકરીઓ ઘણા દિવસો સુધી ફ્લેટમાં રોકાતી હતી. જયારે પોલીસે ત્યાં રેડ કરી ત્યારે ઘણા લોકો ભાગવામાં સફળ રહ્યા હતા.
પોલીસને ફ્લેટમાં 10 બિયરની બોટલ ઘણી સંખ્યામાં કોન્ડોમ અને કામોતેજક દવાઓ મળી આવી હતી. જેના કારણે પોલીસનું અનુમાન છે કે છોકરીઓ નશાની સાથે સાથે કામોતેજક દવાઓનો પણ ઉપયોગ કરતી હતી. પોલીસે કહ્યું છે કે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમની પૂછતાછ કરવામાં આવશે.