For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હુડ્ડાના ઘરે ઘેરાવો કરનાર IACના કાર્યકર્તાઓ સાથે ડંડાવાળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

protest
નવી દિલ્હી, 22 ઑક્ટોબર: ફરી એકવાર સરકાર અને ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન (IAC) વચ્ચે જંગ શરૂ થઇ ગઇ છે. રવિવારે આ જંગે આક્રમક રૂપ ઘારણ કરી લીધું હતું. દિલ્લીમાં આઇએસીના કાર્યકતા હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરે ઘેરાવો કરવા ગયા હતા. જેને રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કરી ડંડાવાળી શરૂ કરી દિધી હતી.

મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરનો ઘેરાનો કરવા માટે ગયેલા આઇએસીના કાર્યકર્તાઓ બેરિકેડિંગ તોડીને આગળ વધી રહ્યાં હતા તે સમયે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર્યકર્તાઓ પોલીસની વાત માની ન હતી. જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે અશ્રુગેસ છોડ્યા હતા. આ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી જેમાં બે પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઇન્ડિયા અગેંન્ટ કરપ્શને ખુલાસો કરતાં હુડ્ડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમની સહમતિથી જ રોબર્ટ વાઢેરએ હરિયાણાની જમીન કોડીના ભાવે વેચવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે રોબર્ટ વાઢેરાએ હરિયાણાના ગુડગાંડમાં સાડા ત્રણ એકર ડીએલએફને અઠ્ઠાવન કરોડમાં વેચી દિધી હતી, આ બધામાં હુડ્ડા સરકારે કમીશન ખાધું છે.

English summary
Protesting IAC members injured in lathi-charge near Bhupinder Singh Hooda’s residence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X