For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરો આજે PSLV-42થી બે બ્રિટિશ ઉપગ્રહ કરશે લૉન્ચ

કુદરતી હોનારત પર નજર રાખશે આ સેટેલાઈટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈસરો રવિવારે રાત્રે 10 વાગ્યે બે વિદેશી ઉપગ્રહ લૉન્ચ કરશે. ઈસરોનું આ મિશન પૂર્ણ રીતે કોમર્શિયલ છે. આ બંને ઉપગ્રહ બ્રિટનના છે. બંને ઉપગ્રહનો વજન 889 કિલોગ્રામ છે. PSLV-C42 બે બ્રિટિશ પૃથ્વી અવલોકન ઉપગ્રહ નોવા એસએઆર અને એસ1-4ને ઉડાણ ભરશે અને એમને કક્ષામાં સ્થાપિત કરશે. બંનેને 583 કિમી સૂર્ય સમકાલિન કક્ષામાં લૉન્ચ કરવામાં આવશે.

PSLV

ઈસરોએ જણાવ્યું કે નોવા એસએઆર એક એસ-બેન્ડ સિંથેટિક રડાર ઉપગ્રહ છે જે વન માનચિત્રણ, ભૂમિ ઉપયોગ અને બરફ કવર તથા પૂર અને હોનારત પર નજર રાખશે. જ્યારે એસ 1-4 એક ઉચ્ચ સંકલ્પ ઑપ્ટિકલ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે, જેનો ઉપયોગ સંસાધનો, પર્યાવરણની દેખરેખ, શહેરી સર્વેક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે. આ બંને ઉપગ્રહ બ્રિટનની સુરેય સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડના છે.

ઈસરોના ચેરમેન કે. સિવને જણાવ્યું કે 16 સપ્ટેમ્બરે થનાર લૉન્ચ પૂર્ણ રીતે કોમર્શિયલ છે. ઈસરો પહેલા પણ કેટલીય વાર વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી ચૂક્યું છે. પીએસએલવી-સી42ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પહેલા લૉન્ચ પેડથી રવાના કરવામાં આવશે. પીએસએલવી સી42 મિશન માટે ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો- આયરન મેન અને સુપર મેન નહીં પરંતુ દિલ્હીની ગલીઓમાં ફરી રહ્યો છે મટકા મેન

English summary
PSLV to launch two British satellites tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X