શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીનાં કપડાં ઉતરાવીને કરાવી કેટવોક
નવી દિલ્હીઃ નોઈડાના દાદરીમાં પીટી શિક્ષકે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ મુજબ પીટી શિક્ષક પર આરોપ છે કે તેણે સૌથી પહેલા વિદ્યાર્થીને નગ્ન કરી કેટવોક કરાવી હતી અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોથી બ્લેકમેલ કરી વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું. ઘટનાને અંજામ આપવામાં ક્લાસના અન્ય 4 વિદ્યાર્થીઓએ પણ સાથ આપ્યો હતો. વિદ્યાર્થિનીએ શનિવારે પરિજનોને આ મામલે જાણકારી આપતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

રમત-ગમતમાં ભાગ લેવા આવ્યો હતો વિદ્યાર્થી
પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ પીડિત વિદ્યાર્થી નોઈડાના સટે જિલ્લાનો રહેવાસી હતો અને તે ખેલકૂદ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે આવ્યો હતો. આ પ્રતિયોગીતાનું આયોજન દાદરીના ઈન્ટર કોલેજમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં મેરઠની મોટાભાગની ટીમોએ ભાગ લીધો હતો. એવામાં પીડિત વિદ્યાર્થી પણ પોતાની સ્કૂલની ટીમ અને પીટીઆઈ શિક્ષક સાથે ત્યાં પહોંચ્યો હતો.

ગાદલાંને લઈને થયો હતો વિવાદ
પોલીસ તપાસમાં જાણવા મલ્યું કે પીટીઆઈની આ હરકત પાછળનું કારણ હતું ગાદલાને પગલે થયેલ વિવાદ. ઉલ્લેખનીય છે કે 10મા ધોરણનો વિદ્યાર્થી પોતાના રૂમમાં ગાદલાં પર ઊંઘી રહ્યો હતો.. એવામાં સ્કૂલમાં તહેનાત પીટીઆઈ પોતાના 4 વિદ્યાર્થીઓની સાથે આવ્યા અને ગાદલું ખાલી કરવા કહ્યું, પરંતુ વિદ્યાર્થીએ ગાદલું આપવાનો ઈનકાર કરી દીધો. બસ આ વાતથી નારાજ પીટી શિક્ષકે પહેલા તેનાં કપડાં ઉતરાવ્યાં અને પછી પીડિતનો વીડિયો બનાવી લીધો. બાદમાં તેને કેટવોક કરવા માટે મજબૂર કર્યો અને જાતિય શોષણ પણ કર્યું.

પોલીસે ધરપકડ કરી
વિદ્યાર્થી તરફથી ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપી પીટી શિક્ષકને દબોચી લીધો છે અને તેનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે દાદરી કોતવાલી પ્રભારી રામસેને જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે આ મામલો પોલીસના ધ્યાનામં આવ્યો. પીડિત વિદ્યાર્થીના પરિજનો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પણ આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે સમજૂતીને લઈને વાતચીત થઈ રહી છે.
સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસન