For Daily Alerts
Mann Ki Baat Highlights: પીએમ મોદીની અપીલ- રમજાનમાં વધુ ઈબાદત કરો
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ફરી રેડિયો કાર્યક્રમ મન કી બાતમા દેશને સંબોધિત કર્યો, આજે એપ્રિલ મહિનાનો અંતિમ રવિવાર છે, જણાવી દઈએ કે મન કી બાત કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે જ પ્રસારિત થાય છે, પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કોરોના વિરુદ્ધ લડાઈ પીપલ ડ્રિવન છે.
આ લડાઈ જનતા લડી રહી છે, તેમણે કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે દેશના દરેક નાગરિક આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. તમે ગમે ત્યાં નજર દોરાવો, અહેસાસ થઈ જશે કે આ જનતાની લડાઈ છે. ભવિષ્યમાં જ્યારે પણ આની વાત થશે ત્યારે ભારતની પીપલ ડ્રિવન લડાઈની ચર્ચા જરૂર થશે.
પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો
- પીએમ મોદીએ કહ્યું તે તાળી-થાળી, દીવા મીણબત્તીથી લોકોમાં ભાવના જાગી. શહેર હોય કે ગામ એવું લાગી રહ્યું છે જેમ કે દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં સૌકોઈ યોદગાન આપવા આતુર છે. આપણા ખેડૂત બાઈ બહેનો રાત દિવસ ખેતરોમાં મહેનત કરી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે કે કોઈપણ ભૂખા ના ઉંઘે.
- કોઈ પગાર દાન આપી રહ્યા છે, કોઈ માસ્ક બનાવી રહ્યા છે તો કોઈ ખેતરના શાકભાજી દાન આપી રહ્યા છે. કોઈ જે સ્કૂલમાં ક્વારંટાઈન છે તેના રંગકામ કરી રહ્યા છે . આ ભાવના કોરોના વિરુદ્ધ લડાઈને તાકાત આપી રહ્યું છે.
- પીએમ મોદીએ કહ્યું કે આપણા સાથીઓ એટલા ઓછા સમયમાં ત્રણ લાખ કિમીની હવાઈ ઉડાણ ભરી ચૂક્યા છે અને 500 ટન મેડિકલ સામગ્રી દેશભરના ખુણેખુણે પહોંચી છે. આવી રીતે રેલવેના સાથી પણ દિવસરાત કામ કરી રહ્યા છે.
- આપણા ડૉક્ટર અને પોલીસ વ્યવસ્થાને લઈ સામાન્ય લોકોની સોચમાં બદલાવ આવ્યો છે. પહેલા પોલીસ વિશે વિચારતા જ નકારાત્મકતા સિવાય બીજું કંઈ નહોતું આવતું. આજે આપણા પોલીસકર્મચારી લોકો સુધી ખોરાક પહોંચાડી રહ્યા છે.
- આપણે હંમેશા પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વિશે સાંભળીએ છીએ. જો માનવ પ્રકૃતિની વાત કરીએ તો આ મારું છે, હું તેનો ઉપયોગ કરતા છું. આ બહુ સ્વાભાવિક છે પરંતુ જે મારું નથી તેને હું બીજાથી છીનવુ લઉં છું, આપણે આને વિકૃતિ કહી શકીએ છીએ, તો જ્યારે લોકો પોતાના હકની ચીજ બીજાની મદદમાં કરે છે અને ખુદ ચિંતા છોડી પોતાના ભાગને વહેંચી બનીજાની જરૂરત પૂરી કરે છે તે જ સંસ્કૃતિ છે.
- પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના આયુર્વેદને પણ લોકો વિશિષ્ટ બાવથી જોઈ રહ્યા છે. કોરોનાની દ્રષ્ટિથી ઈમ્યુનિટી વધારવા માટે જે પ્રોટોકોલ આપવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે મતે તેનો ઉપયોગ કરી રહ્યા હશો.
- પીએમ મોદીએ કહ્યું કે રમજાનનો પણ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે આટલી મોટી મુસિબત થશે. પરંતુ જ્યારે વિશ્વમાં મુસિબત આવી ગઈ છે તો આપણે સેવાભાવની મિસાલ આપવી જોઈએ. આપણે પહેલેથી વધુ ઈબાદત કરીએ અને કોરોના વિરુદ્ધની લડાઈને મજબૂત કરીએ જેથી ઈદ પહેલા કોરોના ખતમ થઈ જાય.
કૂચકેને ભૂચકે ભારતમાં વધી રહ્યા છે કોરોના પોઝિટિવના કેસ, સંક્રમિતોની સંખ્યા 26496