For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેરઠ: કબ્રસ્તાનમાં લાશોના અવશેષોમાંથી માથા ગાયબ થયા

ઉત્તરપ્રદેશના મેરઠમાં લાશોના માથા ગાયબ થવાથી હડકંપ મચી ગયો છે. આ મામલે સામે આવ્યા પછી લોકોમાં ભયની સાથે સાથે ગુસ્સો પણ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મેરઠમાં લાશોના માથા ગાયબ થવાથી હડકંપ મચી ગયો છે. આ મામલે સામે આવ્યા પછી લોકોમાં ભયની સાથે સાથે ગુસ્સો પણ છે. લોકોએ આ મામલે પોલીસને ફરિયાદ પણ કરી છે. લોકોના જણાવ્યા અનુસાર મરડાના માથા ગાયબ થવામાં તાંત્રિકનો હાથ હોય શકે છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે તેઓ તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી દોષીઓને પકડી લેવામાં આવશે.

headless dead body in meerut

મળતી જાણકારી અનુસાર મેરઠ ચોકી સરસપુર વિસ્તારમાં ગોટકા અને દાહરકા ગામના અલ્પસંખ્યક સમુદાયનું એક કબ્રસ્તાન છે. મંગળવારે કેટલાક લોકોએ કબ્રસ્તાનમાં જોરદાર હંગામો કર્યો. તેમને જણાવ્યું કે કેટલાક લોકોએ કબ્રસ્તાન ખોદાયેલું જોયું ત્યારપછી જયારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે લાશોમાં માથા ગાયબ હતા. તેમને ત્યારપછી આસપાસના લોકોને તેની જાણકારી આપી. જાણકારી મળ્યા પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને છે.

હંગામાની સૂચના મળ્યા પછી જગ્યા પર પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને શાંત કર્યા. પોલીસે ઇમામના કહેવા પર કેટલાક અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. એસએસપી રાજેશ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનીય લોકોની સામે જ ખોદાયેલી કબરોને વ્યવસ્થિત કરવામાં આવી. લાશોના માથા ગાયબ થવાની તપાસ ચાલી રહી છે. ફરિયાદ મળી છે કે અત્યારસુધીમાં ડઝન કરતા પણ વધારે લાશોના માથા ગાયબ થઇ ચુક્યા છે. પહેલી નજરમાં જોતા આ તંત્ર મંત્રનો મામલો લાગી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે તેઓ તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી દોષીઓને પકડી લેવામાં આવશે.

English summary
public found headless dead body in meerut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X