For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે સામાન્ય જનતા નહિ જોઈ શકે 26 જાન્યુઆરીની પરેડ, આ છે મોટુ કારણ

જો આ વખતે 26 જાન્યુઆરી પર તમે સેનાની પરેડ જોવાની ઈચ્છા કરી રહ્યા હોય તો આ સમાચાર એકવાર જરૂર વાંચી લો.

|
Google Oneindia Gujarati News

જો આ વખતે 26 જાન્યુઆરી પર તમે સેનાની પરેડ જોવાની ઈચ્છા કરી રહ્યા હોય તો આ સમાચાર એકવાર જરૂર વાંચી લો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સામાન્ય જન્તા આ વખતે રિપબ્લિક ડેની પરેડ નહિ જોઈ શકે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે સ્ટેન્ડથી સામાન્ય જનતા પરેડ જોતી હતી તે જગ્યા ઈન્ડિયા ગેટ પાસે બનાવવામાં આવી રહેલ વૉર મેમોરિયલના કારણે આર્મીના અંડરમાં જતી રહી છે. એ બે એનક્લોઝર સામાન્ય વ્યક્તિઓ માટે રિઝર્વ રાખવામાં આવતા હતા.

parade

દિલ્લી પોલિસ આ મુદ્દાઓ અંગે સેનાના અધિકારીઓ સાથે વાત કરી રહી છે. દિલ્લી પોલિસનું કહેવુ છે કે જો આ જગ્યા સેનાના અંડરમાં જતી રહેશે તો સામાન્ય જનતા રિપબ્લિક ડેની પરેડ ક્યાંથી જોશે. આ મામલે શુક્રવારે દિલ્લી પોલિસના અધિકારીઓ અને આર્મીના ઓફિસરો વચ્ચે એક મીટિંગ થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં પણ કોઈ પ્રકારનુ પરિણામ નીકળી શક્યુ નથી.

તમને જણાવી દઈએ કે ઈન્ડિયા ગેટ પર 13 અને 14 નંબરના બંને એનક્લોઝર એ લોકો માટે રાખવામાં આવતા હતા જેમની પાસે વીઆઈપી કે કોઈ પણ પ્રકારના પાસ ન હોય. સુરક્ષા તપાસ બાદ સામાન્ય જનતા પરેડ જોવા માટે અહીં પહોંચી શકતી હતી. હાલમાં આ વાત પર ચર્ચા ચાલી રહી છે કે આ જગ્યાઓના લોકોને ક્યાં એડજસ્ટ કરવામાં આવી શકે છે. એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ વખતે 26 જાન્યુઆરી પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

હાલમાં જ એનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાઓથી પકડાયેલા શંકાસ્પદો પાસેથી આ વાતના સંકેત મળ્યા છે કે તે 26 જાન્યુઆરી પર આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. પરેડની સુરક્ષા અંગે પોલિસ, સેવા અને ખુફિયા એજન્સીઓ નવી રણનીતિ બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ખતરાઓના કારણે દિલ્લી પોલિસની કદમતાલ ટીમના ડ્રેસમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ઝારખંડમાં પીએમ મોદી બોલ્યાઃ કોંગ્રેસ માટે ખેડૂતો મતબેંક, અમારા માટે અન્નદાતાઆ પણ વાંચોઃ ઝારખંડમાં પીએમ મોદી બોલ્યાઃ કોંગ્રેસ માટે ખેડૂતો મતબેંક, અમારા માટે અન્નદાતા

English summary
public may not be see the parade of 26th January this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X