For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધના વિરોધમાં ઉતર્યા પંજાબી ગાયક, ગીતકાર

પાકિસ્તાનના કલાકારોનો બોલિવુડમાંથી બહિષ્કાર ચાલી રહ્યો છે. પરંતુ આ પ્રતિબંધના વિરોધમાં પંજાબી ગાયકો અને ગીતકારોએ વિરોધ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામા આતંકી હુમલા બાદ દેશમાં સતત પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે પાકિસ્તાનના કલાકારોનો બોલિવુડમાંથી બહિષ્કાર ચાલી રહ્યો છે. ઑલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ આ પ્રતિબંધના વિરોધમાં પંજાબી ગાયકો અને ગીતકારોએ વિરોધ કર્યો છે. પંજાબી ગાયકો અને ગીતકારોનું કહેવુ છે કે બંને દેશો વચ્ચે શાંતિ વધારવા માટે અમે એકબીજાની પરંપરા, ભોજન, સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરીએ છીએ.

pakistani actors

અમારી વચ્ચે ઘણી સમાનતા

પંજાબી ગાયક હેપ્પી રાજકોટીએ કહ્યુ કે મને ઘણા પાકિસ્તાની કલાકાર પસંદ છે. ત્યાં સુધી કે ઘણા ભારતીય કલાકરોએ પાકિસ્તાનમાં ખૂબ નામના મેળવી છે. મને લાગે છે કે નફરત બંને દેશો વચ્ચે વાતચીત બંધ કરી દેશે. બંને દેશ એકબીજા સાથે ઐતિહાસિક વારસો, ખાનપાન, સંગીત અને કલા શેર કરે છે. માટે બંને દેશોએ સાંસ્કૃતિક સંબંધો ન તોડવા જોઈએ.

તમામ કલાકારોએ બહિષ્કારનો કર્યો વિરોધ

તમને જણાવી દઈએ કે પંજાબના સંગરુરમાં શનિવારે અને રવિવારે આયોજિત કાર્યક્રમ ગીત રંગ દરબારમાં ઘણા પંજાબી કલાકારોએ ભાગ લીધો. જેમાં રાયકોટ, વીત બલજીત, રંજીત ખાન, બચન બેદિલ, મનપ્રીત તિવાના સહિત ઘણા કલાકાર હાજર હતા. મેટ શેરોનવાળા કે જે પહેલા સેનામાં જવાન હતા તે હવે ગીતકાર બની ગયા છે. તેમનું કહેવુ છે કે આરોપીઓને સજા મળવી જોઈએ પરંતુ કલા અને કલાકારો પર પ્રતિબંધ ન લાગવો જોઈએ. કલા આપણને શાંતિ સાથે સુંદર જીવન જીવતા શીખવે છે, તે આપણને યુદ્ધ અને ભેદભાવથી દૂર રાખે છે.

બહિષ્કાર નથી સ્વીકાર

મેટે કહ્યુ કે જ્યારે આપણા પિતા, કાકા પરસ્પર ઝઘડો કરે છે તો કાકા-દાદાના ભાઈએ એકબીજાનો બહિષ્કાર નથી કરતા, આપણે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. બંને દેશોના નેતાઓ વચ્ચેની લડાઈમાં આપણે કેવી રીતે સાથી કલાકારો પર પ્રતિબંધ લગાવી શકીએ છીએ. વળી, વીત બલજીતે બોલિવુડ સેલિબ્રીટી દ્વારા પાકિસ્તાની કલાકારોના બહિષ્કારના વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે તેમને પ્રતિબંધ કરવા દો, અમે આનો સ્વીકાર નથી કરતા.

અમુક ખોટા તત્વોના કારણે તણાવ

ગીતકાર તીવાનાએ કહ્યુ કે અમુક ખોટા તત્વોના કારણે બંને દેશો વચ્ચે તણાવ છે. આપણી સંસ્કૃતિ અને ભાષા એક છે. અમુક ખોટા તત્વોની હરકતના કારણે બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થયા છે. પરંતુ આ બધા વચ્ચે આપણે બંને દેશો વચ્ચે અમુક અસામાજિક તત્વોના કારણે વાતચીતની પ્રક્રિયાને ન રોકવી જોઈએ. લોકો રાજકીય લાભ લેવા માટે એકબીજાને ભડકાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'જો પીએમ મોદી સત્તામાં પાછા ન આવ્યા તો દેશ 50 વર્ષ પાછળ જતો રહેશે'આ પણ વાંચોઃ 'જો પીએમ મોદી સત્તામાં પાછા ન આવ્યા તો દેશ 50 વર્ષ પાછળ જતો રહેશે'

English summary
Pulwama Attack: Punjabi singers and lyricists oppose the ban on Pakistani artists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X