For Quick Alerts
For Daily Alerts
પુલવામા આતંકી હુમલામાં NIAએ દાખલ કરી 13500 પેજની ચાર્જશીટ
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પુલવામા આતંકી હુમલામાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. માહિતી મુજબ આ ચાર્જશીટ 13500 પાનાંની છે. ચાર્જશીટમાં એનઆઈએએ 13 આરોપી બનાવ્યા છે. આમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પણ શામેલછે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલી કાર સીઆરપીએફના કાફલા સાથે ટકરાવી દીધી હતી. આ ધમાકામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.
કોંગ્રેસ પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'પહેલાં પાર્ટીમાં તો લોકતંત્ર લાવો'