For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં અધવચ્ચે ખરાબ થયું GoAirનું એન્જિન અને પછી...

નિયો એન્જિનમાં ખરાબી હોવા છતાં ગો એર વાપરે છે આ એન્જિન, અગાઉ પણ બની ગઈ છે આવી ઘટનાઓ.

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટથી પુણે જવા માટે ઉડાણ ભરનાર GoAir વિમાનના એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી, જે બાદ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. જણાવી દઈએ કે ઘટના સમયે પ્લેનમાં 283 યાત્રીઓ સવાર હતા. ફ્લાઈટના નિયો એન્જિનમાં ખરાબી આવી હતી, અગાઉ પણ નિયો એન્જિન ખરાબ થયાના અહેવાલ મળ્યા હતા.

બેંગ્લોરથી ઉડાણ ભરી

બેંગ્લોરથી ઉડાણ ભરી

પ્રાપ્ત માહિતી મુજબ વિમાને શનિવારે બેંગ્લોરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પુણે જવા માટે ઉડાણ ભરી હતી, પરંતુ થોડા સમય બાદ જ હવામાં એન્જિન કામ કરતું બંધ થઈ ગયું હતું. જે બાદ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

તપાસના આદેશ આપવામાં આવ્યા

જો કે વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર અને યાત્રીઓ સુરક્ષિત છે, કોઈને પણ નુકસાન નથી પહોંચ્યું. અધિકારીઓ મુજબ જહાજના લેન્ડિંગ બાદ તેમાં સવાર તમામ યાત્રીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હવે સમગ્ર મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે એરલાઈન કંપની ગો એરે યાત્રીઓને થયેલી સુવિધા બદલ માફી માંગી છે.

નિયો સિરીઝના એન્જિનમાં પહેલેથી છે ખામી

નિયો સિરીઝના એન્જિનમાં પહેલેથી છે ખામી

જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને એરબસના એ-320 પ્લેનને એ વિમાનોના ઉડાણ પર રો લગાવી દીધી હતી જેમાં નિયો સિરીઝના એન્જિન લાગેલાં હોય. આ એન્જિન વાળા વિમાનોમાં ટેકઑફની ઠીક પહેલા અથવા હવામાં ઉડાણ દરમિયાન આપોઆપ બંધ થઈ જવાની ફરિયાદો મળી હતી છતાં કંપની GoAir આ એન્જિનનો ઉપયોગ કરી રહી હતી. આ પણ વાંચો-એર હૉટેસ્ટ મૃત્યુ કેસ: હનીમૂન પર અનિશયા સાથે મયંકે મારપીટ કરી

English summary
A Pune-bound GoAir flight made an emergency landing after taking off from Bengaluru on Saturday. Flight G8-283 landed at the Bengaluru airport after its engine developed a major snag mid-air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X