For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરની બહાર એલિયન દેખાયા, વ્યક્તિએ PMO પાસે તપાસની માંગ કરી

પુણેના એક વ્યક્તિએ પ્રધાનમંત્રી કાર્યાલયને ઈમેલ કર્યો જેમાં તેને દાવો કર્યો કે તેના ઘરની બહાર એલિયન જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

પુણેના એક વ્યક્તિએ પ્રધાનમંત્રી કાર્યાલયને ઈમેલ કર્યો જેમાં તેને દાવો કર્યો કે તેના ઘરની બહાર એલિયન જોવા મળ્યો છે. પીએમઓ ઘ્વારા આ મેલ મહારાષ્ટ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે. જયારે તેની જાણકારી પુણે પોલીસને મળી ત્યારે હડકંપ મચી ગયો. પોલીસે થોડા દિવસમાં મેલ મોકલનાર વ્યક્તિ વિશે જાણકારી મેળવી અને આખો મામલો સમજમાં આવી ગયો.

alien

પહેલા તો પોલીસને આ મામલા વિશે કઈ પણ સમજમાં નહીં આવ્યું. ત્યારપછી પોલીસે એલિયન જોવા મળેલા મામલે તપાસ શરુ કરી. પોલીસે જણાવ્યું કે કોથરુદ વિસ્તારમાં રહેતો 47 વર્ષનો આ વ્યક્તિ માનસિક રોગી છે. પોલીસ અનુસાર થોડા વર્ષ પહેલા આ વ્યક્તિને બ્રેન હેમરેજ થયો હતો, ત્યારપછી તેની માનસિક હાલત ઠીક નથી. થોડા મહિના પહેલા તેને પોતાના ઘરની બહાર એક પ્રકાશ જોવા મળ્યો ત્યારે તેને લાગ્યું કે એલિયન છે.

આ પણ વાંચો: જ્યોર્જિયાના રસ્તા પર ગાડીમાં જોવા મળ્યું એલિયન!

તેને પ્રકાશ જોઈને લાગ્યું કે એલિયન જેવી કોઈ વસ્તુ પોતાના ગ્રહ પર ધરતી વિશે જાણકારી મોકલી રહી છે. તેની તપાસ માટે તેને પીએમઓ પાસે એક મેલ મોકલ્યો. શિંગડે રોડ પોલીસ ચોકીના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરિવારને પણ આ વ્યક્તિના મેલ વિશે કોઈ પણ જાણકારી નથી.

આ પણ વાંચો: એલિયન સાથે સંપર્ક કરવા માટે ચીને ઉઠાવ્યું આ પગલું

English summary
pune man sent an email to PMO claiming to have spotted an alien outside his window
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X