For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના કારણે પૂનામાં પૂર જેવી સ્થિતિ, 7ના મોત, શાળા-કોલેજો બંધ

વરસાદનો કહેર આ વખતે પૂનામાં ફૂટ્યો છે જ્યાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ચોમાસુ પોતાની અંતિમ અવસ્થામાં છે તેમછતા જતા જતા પણ દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે. આના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. વરસાદનો કહેર આ વખતે પૂનામાં ફૂટ્યો છે જ્યાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થઈ ગયા છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આંકડા હજુ પણ વધી શકે છે. સ્થિતિને જોતા એનડીઆરએફની ત્રણ ટીમો મોકલવામાં આવી છે જે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.

વરસાદથી એક દીવાલ ધસી પડી

વરસાદથી એક દીવાલ ધસી પડી

શાહાકાર નગરમાં વરસાદના કારણે એક દીવાલ ધસી પડી. આ દૂર્ઘટનામાં પાંચ લોકોના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે મોત નીપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ શામેલ છે. પૂનાના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતિને જોતા ગુરુવારે બધી શાળા અને કોલેજોમાં રજા ઘોષિત કરી દીધી છે.

ઘણા વિસ્તારોમાં પાણીમાં ભરાયા

વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વિજળી પૂરવઠો પણ ઠપ્પ થઈ ગયો છે. પદ્માવતી પંપિંગ સ્ટેશન પ્રભાવિત થવાના કારણે સતારા રોડ, કોંઢાવા, બીબવેવાડી, સહકારનગર, માર્કેટયાર્ડ, બાલાજીનગર અને ઢંકાવાડીમાં પાણી પૂરવઠો પણ બંધ કરી રહેશે.

આ પણ વાંચોઃ ડોભાલના કાશ્મીર પ્રવાસ પર મુફ્તીનો કટાક્ષઃ ગઈ વખતે મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે હલીમ?આ પણ વાંચોઃ ડોભાલના કાશ્મીર પ્રવાસ પર મુફ્તીનો કટાક્ષઃ ગઈ વખતે મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે હલીમ?

સૌથી વધુ પ્રભાવિત

પૂનાના કાત્રજ, બિબનેવાણી, અપર ઈન્દ્રાનગર, દત્તવાડી વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

English summary
pune schools colleges remain shut today due to heavy rains, 7 dead in flood related incidents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X