For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂણેમાં નિતિન ગડકરીને અજ્ઞાત યુવકને જૂતું માર્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પૂણે, 7 ઓક્ટોબર: એક મોટા સમાચાર પૂણેથી આવી રહ્યાં છે, જ્યાં સોમવારે રાતે એક ચૂંટણી જનસભાને સંબોધિત કરવા જઇ રહેલા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી પર એક અજ્ઞાત વ્યક્તિએ જૂતા વડે હૂમલો કરી દિધો છે. કહેવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિના મારવાથી નિતિન ગડકરીને સામાન્ય ઇજા પહોંચી છે. જો કે યુવકની આ હરકત બાદ ત્યાં હાજર લોકોએ તેની જોરદાર ધોલાઇ કરી અને પોલીસના હવાલે કરી દિધો.

વ્યકતિની ઓળખ થઇ શકી નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે તેણે નિતિન ગડકરી પર હુમલો કર્યો તે સમયે તે નશામાં ધૂત હતો. આ અપ્રત્યાશિત ઘટના વિશે ભાજપ દ્વારા કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

nitin-gadkari-2

અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી પૂણેના કૌથરૂડમાં ભાજપ ઉમેદવાર મેઘા કુલકર્ણીના પક્ષમાં પ્રચાર કરવા માટે ગયા હતા, જો કે આ ઘટના બાદ પણ તેમણે સભાને સંબોધિત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.

તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પક્ષમાં મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી, જેથી આ પૂણ બહુમતની સરકાર બની શકે. નિતિન ગડકરીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે 15 ઓક્ટોબરના રોજ 90 વિધાનસભા સીટો પર થનાર ચૂંટણી આ રાજ્યનું ભવિષ્ય નકી કરશે.

English summary
A youth was detained by city police on Monday night after he tried to hurl a shoe at Union Minister Nitin Gadkari at an election rally in Pune. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X