Punjab: પ્રચંડ જીત બાદ દિલ્હી પહોંચ્યા ભગવંત માન, સીએમ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા
આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન શુક્રવારે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મીટિંગ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના ચરણ સ્પર્શ કર્યા હતા.
કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (SAD) - બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધનને હરાવીને પાર્ટી સત્તામાં આવ્યા પછી પંજાબમાં માન અને કેજરીવાલની આ પ્રથમ મુલાકાત છે. આ મીટિંગ દરમિયાન ભગવંત માને અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા હતા. જે બાદ દિલ્હીના સીએમએ તેમને ગળે લગાવ્યા. 117 સભ્યોની વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 18 બેઠકો પર ઘટી હતી.
AAP એ શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી ગઠબંધનનો પણ સફાયો કર્યો. એસએડીને ત્રણ બેઠકો મળી હતી જ્યારે ભાજપને બે અને બસપાને માત્ર એક બેઠક મળી હતી. ચરણજીસ સિંહ ચન્ની, પ્રકાશ સિંહ બાદલ અને અમરિંદર સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ સીએમ ચન્ની બંને સીટો પર હારી ગયા. પાર્ટીની શાનદાર ચૂંટણી જીત પર, માનએ કહ્યું, "લોકોએ ઘમંડી લોકોને હરાવ્યા અને તેઓએ સામાન્ય લોકોને વિજયી બનાવ્યા.
માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી માર્જિનથી જીત્યા. માને કહ્યું કે નવાશહેર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. બીજી તરફ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પ્રાપ્ત કરવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાને ગુરુવારે રાત્રે ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને શુભેચ્છા પાઠવી હતી.
#WATCH | Aam Aadmi Party CM candidate for Punjab Bhagwant Mann meets party convener Arvind Kejriwal and party leader Manish Sisodia, in Delhi pic.twitter.com/4WbTsMqPfM
— ANI (@ANI) March 11, 2022