For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષણ મંત્રી હરજોત બેન્સે કરી મોટી જાહેરાત, વીજ જોડાણમાં સરકારી શાળાઓને મળશે લાભ

પંજાબ સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત ઉમદા કમગીરી કરવામાં આવી રહી છે. જે વચ્ચે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ દ્વારા પંજાબની 8 સરકારી શાળાઓના વીજ કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લુધિયાણા : પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ દ્વારા પંજાબની 8 સરકારી શાળાઓના વીજ કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે, જેનું બિલ ન ભરવાને કારણે પાવરકોમ દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું.

Harjot Bains

પંજાબના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પાવરકોમને પત્ર લખીને આવી શાળાઓના કનેક્શન ન કાપવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે, પરીક્ષાના દિવસો હોવાથી બાળકોના શિક્ષણ પર તેની માઠી અસર થઇ શકે છે.

આ સાથે રજોત બેન્સે જણાવ્યું હતું કે, જો કોઈ શાળાનું વીજ બીલ ચૂકવવામાં ન આવ્યું હોય, તો શિક્ષણ મંત્રી પોતાના મહિનાના પગારમાંથી અથવા પોતાના ખિસ્સામાંથી આપશે, પરંતુ શાળાનું કનેક્શન કાપવા દેશે નહીં. તેઓ આ અંગે મુખ્યમંત્રી સાથે પણ વાત કરશે.

ઉલ્લેખનીય છે કે, પંજાબના શિક્ષણ પ્રધાન શુક્રવારના રોજ લુધિયાણામાં હતા, જ્યાં પત્રકારોએ તેમને ગુરૂવારના રોજ જલંધરમાં શાળાનું વીજળી કનેક્શન કાપી નાખવા અંગે પૂછપરછ કર્યા બાદ ઉપરોક્ત જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, ગુરુ નાનક સ્ટેડિયમમાં દિવ્યાંગ બાળકો માટે બે દિવસીય રાજ્ય સ્તરીય રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન માટે શિક્ષણ મંત્રી પહોંચ્યા હતા.

આ દરમિયાન પંજાબના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે, આ બાળકો માટે પ્રથમ વખત રાજ્ય કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બાળકોની પ્રતિભા પણ આ સ્તરે ઉભરી આવશે, તેમ કહીને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

English summary
Punjab Education Minister Harjot Bains made a big announcement, government schools will get benefit in electricity connection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X