For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારનો આદેશ - આર્મ્સ લાઇસન્સની સમિક્ષા કરવી, આ 274 આર્મ્સ લાઇસન્સ સસ્પેન્ડ

પંજાબ સરકારના આદેશ પર પટિયાલાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ આર્મ્સ લાઇસન્સની સમિક્ષા કરવા માટે કાર્યવાહી કરવાની શરૂઆત કરીને 274 આર્મ્સ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ સરકારના આદેશ પર પટિયાલાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ આર્મ્સ લાઇસન્સની સમિક્ષા કરવા માટે કાર્યવાહી કરવાની શરૂઆત કરીને 274 આર્મ્સ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે એવુ જણાવવામાં આવ્યું છે કે, તમામ 274 આર્મ્સ લાઇસન્સને કારણ જણાવો નોટીસ ફટકારીને સસ્પેડ કર્યા છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ સાથે એવું કારણ જણાવવામાં આવ્યું છે કે, તેમની પાસે 2 થી વધુ હથિયાર હોવાના કારણે આ પગલુ લેવામાં આવ્યું છે.

police

ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ લાયસન્સ ધારકોને તાત્કાલિક અસરથી રકમ જમા કરાવવા જણાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, CrPC ની કલમ 107/110 હેઠળ આર્મ્સ લાયસન્સ આર્મ્સ એક્ટની કલમ-9 હેઠળ બોન્ડની મુદ્દત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

પોલીસ વિભાગ સાથે શેર કરવામાં આવી 30 હજાર હથિયાર લાયસન્સની યાદી

ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ જણાવ્યું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ કોઈપણ ગુનાહિત, ગેરવર્તણૂક અથવા વ્યવહારિક ચકાસણી માટે પોલીસ વિભાગ સાથે 30,000 શસ્ત્ર લાયસન્સની સૂચિ શેર કરી છે, જેથી તે જાણવા માટે કે હથિયાર લાયસન્સની કોઈપણ શરતનું ઉલ્લંઘન થયું છે કે નહીં.

English summary
Punjab Goverment Order - Review of Arms Licence, Suspension of 274 Arms Licences
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X