For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે કરી 180 લાખ મેટ્રીક ટન અનાજ ખરીદી, ખેડૂતોને ચૂકવ્યા 34000 કરોડ

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી આપ સરકારે હાલ ચાલી રહેલી અનાજની સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં ખેડૂતોને કોઇ સમસ્યા આવવા દીધી નથી.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી આપ સરકારે હાલ ચાલી રહેલી અનાજની સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં ખેડૂતોને કોઇ સમસ્યા આવવા દીધી નથી. આ સાથે માન સરકારે સંબંધિત પક્ષો, ખેડૂતો, મજૂરો, મળતિયાઓ અને દાડિયાઓને કરેલા વચનો પુરા કર્યા છે.

Punjab government

આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વચન આપ્યું હતું કે, તેમને અનાજની સિઝનમાં કોઇને તકલીફ પડવા દેશે નહીં. આ વાતનું પ્રમાણ છે કે, પંજાબ સરકારે 184 લાખ મેટ્રીક ટન અનાજના લક્ષ્ય સામે 180 મેટ્રીક ટન અનાજ ખરીદી લીધું છે. આ સાથે પંજાબ સરકારે 2060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે ખેડૂતો પાસેથી અનાજ ખરીદ્યુ છે.

પંજાબના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના પ્રધાન લાલ ચંદ કટારુચાકે જણાવ્યું હતું કે, આ વખતે ખેડૂતોને મંડીઓમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી અને સમયસર ખરીદી અને પરિવહન કરવામાં આવ્યું હતું. ખરીદીના 4 કલાક બાદ જ ખેડૂતોને તેમના બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવી હતી.

આ સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સુવિધા માટે મંડીઓમાં 1806 કસ્ટમ ખરીદ કેન્દ્રો અને 583 જાહેર સ્થળો ઉપરાંત 37 ચોખાની મિલોને રાજ્ય સરકાર દ્વારા હંગામી ખરીદી કેન્દ્રો તરીકે જાહેર કરી ફાળવવામાં આવી છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા ખરીદવામાં આવેલ ડાંગર માટે અત્યાર સુધીમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ખેડૂતોને રૂપિયા 34263.40 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ઘણા જિલ્લાઓની મંડીઓમાં ડાંગરની સરકારી ખરીદી આજથી બંધ કરી દેવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ખરીદીની પ્રક્રિયા પણ આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પ્રસંગે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના અગ્ર સચિવ રાહુલ ભંડારી, નિયામક ઘનશ્યામ થોરી અને અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Punjab government bought 180 lakh metric tons of grain, paid 34000 crores to farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X