For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પરવાનગી વાળા હથિયારોને લઈને પંજાબ સરકાર એક્શનમાં, 3 મહિનામાં સમીક્ષા કરશે!

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હથિયારોને લઈને શખ્ત જોવા મળી રહી છે. પંજાબ સરકાર સરકાર પહેલા જ કહી ચુકી છે કે, જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હથિયારોને લઈને શખ્ત જોવા મળી રહી છે. પંજાબ સરકાર સરકાર પહેલા જ કહી ચુકી છે કે, જ્યાં સુધી ડીસી વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ આપવામાં આવશે નહીં. આ સિવાય અત્યાર સુધીમાં જારી કરાયેલા તમામ હથિયારની લાયસન્સની આગામી 3 મહિનામાં સમીક્ષા કરવામાં આવશે. પંજાબ સરકારે હથિયારોના જાહેર પ્રદર્શન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

bhagwant mann

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં સતત અપરાધિક ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે પંજાબ સરકારે આ મોટી એક્શન લીધી છે. હવે પંજાબ સરકાર સમીક્ષા સાથે જ્યાં સુધી જિલ્લા નાયબ કમિશનરો વ્યક્તિગત રીતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નવું લાઇસન્સ નહીં આપે.

પંજાબમાં હવે હથિયારોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. જીવને જોખમમાં મૂકે તેવી ફાયરીંગ સજાને પાત્ર રહેશે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને જોતા રાજ્ય સરકારે હથિયાર લાયસન્સની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં કેટલા લોકો પાસે હથિયાર પરવાના છે? કયા આધારે લાઇસન્સ આપવામાં આવ્યા હતા? લાયસન્સ લેનાર વ્યક્તિને કોઈ પ્રકારનો ખતરો હતો કે કેમ, કયા આધારે લાઇસન્સ આપવામાં આવ્યું આ તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા કરવા માટે લાયસન્સવાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય ઘણી જગ્યાએ લાયસન્સવાળા હથિયારોના ઉપયોગના મામલા પણ સામે આવ્યા છે. જે બાદ હવે સરકારે આ નિર્ણય લીધો છે. આ સમીક્ષા ત્રણ મહિનામાં પૂર્ણ થશે.

English summary
Punjab Govt in Action on Permitted Weapons Now, Review in 3 Months!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X