
પંજાબના અલગ-અલગ શહેરોથી સીધા દિલ્લી એરપોર્ટ સુધી બસ, જાણો ભાડુ અને ટાઈમિંગ
નવી દિલ્લીઃ પંજાબથી દિલ્હી એરપોર્ટ સુધી બસ સેવા શરૂ થઈ ગઈ છે. દિલ્હી એરપોર્ટ સુધી પંજાબ સરકારની વોલ્વો બસોમાં મુસાફરોની સુવિધાનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. હવે પંજાબના વિવિધ શહેરોથી દિલ્હી એરપોર્ટ સુધી સીધી બસો જશે. પંજાબથી દિલ્હી એરપોર્ટ જતા મુસાફરોને ખાનગી બસોમાં મુસાફરી કરવાની જરૂર નહિ પડે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 15 જૂને દિલ્હી એરપોર્ટ સુધી વોલ્વો બસની સેવા શરૂ કરી હતી. પંજાબથી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ માટે પ્રથમ વૉલ્વો બસ જલંધરના શહીદ-એ-આઝમ ભગત સિંહ ઈન્ટરસ્ટેટ બસ ટર્મિનલ (ISBT)થી રવાના થઈ હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. બસો દરરોજ દોડશે. પંજાબ રોડવેઝ અને પેપ્સુ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (PRTC) એરપોર્ટ સુધી 19 વૉલ્વો બસોનુ સંચાલન કરશે. છ વૉલ્વો બસ જલંધરથી, ચાર ચંદીગઢથી, ત્રણ અમૃતસરથી, બે પટિયાલાથી અને એક-એક પઠાણકોટ, લુધિયાણા, હોશિયારપુર અને કપૂરથલાથી દોડશે.
- પ્રથમ બસઃ સેક્ટર 17 બસ સ્ટેન્ડ, ચંદીગઢથી સવારે 7.35 વાગ્યે, દિલ્હી એરપોર્ટ (IGI) 2.15 વાગ્યે આગમન.
- બીજી બસ સવારે 9:50 વાગ્યે.
- ત્બરીજી બસ બપોરે 1:40 વાગ્યે.
- ચોથી બસ 4.35 કલાકે.
- પાંચમી બસ સાંજે 5.50 કલાકે.
- ચંદીગઢથી દિલ્હી સુધીની બસનુ ભાડુ પ્રતિ પેસેન્જર 830 રહેશે.
- ઓનલાઈન ટિકિટ www.punbusonline.com અથવા www.travelyaari.com પરથી બુક કરી શકાય છે.
- કોલ કરીને પણ ટિકિટ બુક કરાવી શકાય છે.
બસમાં સુવિધાઓ
બસમાં ચાર્જર પોઈન્ટ, મિનરલ વોટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે. ન્યૂઝ24 ઓનલાઈન અનુસાર, બસની ટિકિટ બુક કરાવનારા મુસાફરોનું કહેવું છે કે ખાનગી અને સરકારી બસોના ભાડામાં મોટો તફાવત છે. હવે ઓછા પૈસામાં સારી યાત્રા થશે.