For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનના શપથગ્રહણમાં પાક જવા માટે સિદ્ધુને અનુમતિ આપશે સરકાર?

કોંગ્રેસ નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ ઈમરાન ખાનના પ્રધાનમંત્રી પદના શપથગ્રહણમાં શામેલ થશે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ ઈમરાન ખાનના પ્રધાનમંત્રી પદના શપથગ્રહણમાં શામેલ થશે. પાકિસ્તાન હાઈ કમિશન પહોંચ્યા અને વિઝા માટે ફોર્મ ભરી દીધુ. તેમણે કહ્યુ કે મે 18 ઓગસ્ટના રોજ ઈમરાન ખાનના શપથગ્રહણમાં જવા માટે એપ્લીકેશન ફોર્મ ભર્યુ છે. હવે બધુ ભારત સરકારની અનુમતિ પર નિર્ભર કરે છે.

siddhu

સોમવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન પહોંચ્યા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે કેટલીક ઔપચારિકતાઓ છે જેના માટે હું અહી છુ, મે પાકિસ્તાન જવા માટે સરકારી અનુમતિ માટે એપ્લીકેશન ફોર્મ ભર્યુ છે. હવે બધુ ભારત સરકારન અનુમતિ પર નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે નવજજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના ભાવિ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સિદ્ધુએ આમંત્રણ સ્વીકાર્યુ હતુ.

આ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડોઆ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો

નવજોત સિદ્ધુએ ઈમરાનનું આમંત્રણ સ્વીકાર્યુ

પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યુ કે ઈમરાન ખાને પોતા મને ફોન કરીને શપથગ્રહણમાં શામેલ થવાનું આમંત્રણ આપ્યુ છે. મે તેમનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. સિદ્ધુએ જણાવ્યુ કે આ વાતની જાણકારી મે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયને પણ આપી દીધી છે.

18 ઓગસ્ટે ઈમરાન ખાનનો શપથગ્રહણ

આ પહેલા સિદ્ધુએ આશા રાખી હતી કે ઈમરાન ખાનના પ્રધાનમંત્રી બન્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવનારા દિવસોમાં સંબંધો સુધરશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષના નેતા ઈમરાન ખાન 18 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેશે.

આ પણ વાંચોઃ 'નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલઆ પણ વાંચોઃ 'નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલ

English summary
Punjab Minister Navjot Singh Sidhu arrived at Pakistan High Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X