For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીની બાગપત જેલમાં ગોળી મારીને હત્યા

પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરી દેવામાં આવી છે. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસીની જેલમાંથી બાગપત લાવવામાં આવ્યો હતો. ડીઆઈજી કાયદો તેમજ વ્યવસ્થા પ્રવીણ કુમારે જેલની અંદર મુન્ના બજરંગીની હત્યાની પુષ્ટિ કરી. કાલે રાતે મુન્ના બજરંગીને ઝાંસી જેલમાંથી બાગપત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યારે આજે બાગપતમાં રેલવેથી જોડાયેલ એક મામલામાં સુનાવણી હતી. ઉત્તરાખંડના કુખ્યાત સુનીલ રાઠી ગેંગ પર મુન્ના બજરંગીની હત્યા કરવાનો આરોપ છે.

ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો

ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો

આ પહેલા ઝાંસીની જેલમાં બંધ માફિયા ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ કોર્ટમાં અરજી આપીને સુરક્ષાની માંગ કરી હતી. મુન્ના બજરંગીને આશંકા હતી કે કોર્ટમાં હાજરી દરમિયાન તેનું એનકાઉન્ટર થઈ શકે છે. મુન્ના બજરંગીની પત્નીએ પણ થોડા દિવસ પહેલા એવી આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે તેના પતિને નકલી અથડામણમાં મારવામાં આવી શકે છે. જ્યારે ડિસેમ્બર 2017 માં જ માફિયા ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીના ખાસ મોહમ્મદ તારિકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ઠેકેદાર મોહમ્મદ તારિકને લખનઉથી ગોમતીનગર પોલિસ સ્ટેશન પેરેડાઈઝ ચોકથી 100 મીટર દૂર ગ્વારી ફ્લાયઓવર પર મારવામાં આવ્યો હતો.

જોનપુરનો રહેવાસી હતો મુન્ના બજરંગી

જોનપુરનો રહેવાસી હતો મુન્ના બજરંગી

મુન્ના બજરંગીનું સાચુ નામ પ્રેમ પ્રકાશ સિંહ છે અને તેનો જન્મ 1967 માં જોનપુર જિલ્લાના પૂરેદયાલ ગામમાં થયો હતો. તેના પિતા પાર઼સનાથ સિંહ તેને મોટો માણસ બનાવવા માંગતા હતા પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ પાંચમાં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. કિશોરાવસ્થા સુધી આવતા આવતા તેને ઘણા એવા શોખ લાગી ગયા જે તેને ગુનાહિત દુનિયામાં લઈ જવા માટે પૂરતા હતા.

પૂર્વાંચલનો કુખ્યાત માફિયા હતો બજરંગી મુન્ના

પૂર્વાંચલનો કુખ્યાત માફિયા હતો બજરંગી મુન્ના

મુન્ના બજરંગીને આ દરમિયાન જોનપુરના સ્થાનિક દબંગ માફિયા ગજરાજ સિંહનું રક્ષણ મળી ગયુ અને ત્યારબાદ મુન્ના ગજરાજ સિંહ માટે કામ કરવા લાગ્યો. વર્ષ 1984 માં મુન્નાએ લૂંટ માટે એક વેપારીની હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે ગજરાજના ઈશારે જોનપુરના ભાજપ નેતા રામચંદ્ર સિંહની હત્યા કરીને પૂર્વાંચલમાં સનસની ફેલાવી દીધી હતી. ત્યારબાદ તેણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. તે માફિયાની દુનિયાનું મોટુ નામ બની ગયો હતો.

English summary
purvanchal don munna bajrangi shot dead in baghpat jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X