For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ઈંચ પણ ખસવાના નહોતા અમિત શાહ, અમે 1000 કિમી પાછા ધકેલી દીધા

રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)એ બિહાર સરકારના એનઆરસીના રાજ્યમાં લાગૂ નહિ કરવાના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર ખાસ કરીને અમિત શાહ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)એ બિહાર સરકારના એનઆરસીના રાજ્યમાં લાગૂ નહિ કરવાના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર ખાસ કરીને અમિત શાહ પર નિશાન સાધ્યુ છે. ગુરુવારે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યુ, 'અમિત શાહે કહ્યુ હતુ કે તે એક ઈંચ પણ પાછળ નહિ હટે, આજે આરજેડી અને અમે બધા તેમને હજાર કિલોમીટર પાછળ ધકેલી દીધા છે.'

tejashwi yadav

તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાએ મંગળવારે પ્રસ્તાવ પાસ કરીને કહ્યુ કે રાજ્યમાં એનઆરસી(રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર)ને લાગુ ન કરી શકાય. સાથે જ એનપીઆર (રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર)ને પણ 2010ના જૂના પ્રારુપમાં જ લાગુ કરવામાં આવશે. બિહાર સરકાર એનડીએના નેતૃત્વવાળી એવી પહેલી સરકાર છે જેમણે એનપીઆરને જૂના પ્રારુપમાં જ જારી કરવાની વાત કહી છે. તેજસ્વી યાદવે પ્રસ્તાવ પાસ થયા બાદ ટ્વિટ કર્યુ અને કહ્યુ, 'એનઆરસી અને એનપીઆર પર વિધાનસભામાં સર્વસંમતિથી અમારો પ્રસ્તાવ પાસ થયા બાદ અમે રાજ્ય સરકારને પૂરજોરમાં માંગ કરીએ છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા તેમજ માનવતા વિરોધી નાગરિકતા સુધારા કાયદા સામે આ સત્રમાં સંકલ્પ પ્રસ્તાવ પાસ કરવામાં આવે નહિતર અમારી લડાઈ ચાલુ રહેશે.'

વળી, મુખ્યમંત્રી નીતિશ કુમારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે રાજ્યમાં એનઆરસી લાગુ નહિ થાય. તેમણે દરભંગામાં એક સભાને સંબોધિત કરીને ફરીથી કહ્યુ હતુ કે બિહારમાં એનઆરસી લાગુ નહિ થાય. તેમણે એનપીઆર પર પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે એનપીઆરને 2010માં કરેલ રીતે જ અદ્યતન કરવામાં આવશે. જો કે નાગરિકતા સુધારા કાયદા(સીએએ) માટે તેમણે મૌન જાળવી રાખ્યુ. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ગયા વર્ષે જ એનઆરસીના વિરોધમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ ઉપરાંત કેરળ, પંજાબ અને રાજસ્થાન પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્તઆ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્ત

English summary
pushed back amit shah 1000 km said rjd leader tejashwi yadav on bihar resolution against nrc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X