ગળામાં રમકડુ ફસાતા ટીવી કલાકારની બે વર્ષની પુત્રીનું મોત, શોકમાં બોલિવુડ
એક દુઃખદ સમાચાર ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી છે, જાણીતી ટીવી સીરિયલ 'પ્યાર કે પાપડ' મા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર કલાકાર પ્રતીશ વોરાની પુત્રીનું મોત થઈ ગયુ છે. મોતનું કારણ એક રમકડુ છે જેના કારણે આજે કલાકારના ઘરનું આંગણુ સૂનુ થઈ ગયુ છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી પર TIME મેગેઝીનની વાંધાજનક હેડલાઈન, 'India's divider in chief'

ટીવી સ્ટારની 2 વર્ષની પુત્રીનુ થયુ દર્દનાક મોત
મળતી માહિતી મુજબ સ્ટાર ભારત ચેનલ પર આવનાર સીરિયલ ‘પ્યાર કે પાપડ'માં નંદૂની ભૂમિકા નિભાવનાર અભિનેતા પ્રતીશ વોરીની બે વર્ષની પુત્રી એક પ્લાસ્ટિકના રમકડાથી રમી રહી હતી. આ દરમિયાન રમકડાનો એક ટૂકડો તૂટીને તેના ગળામાં જઈને ફસાયો જેના કારણે તે શ્વાસ ન લઈ શકી અને બાળકીએ દમ તોડી દીધો. બાળકીના મોતથી અભિનેતા સહિત તેમનો આખો પરિવાર શોકમાં છે. વળી, ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું વાતાવરણ છે.

પિતાનું તૂટ્યુ દિલ
ટેલી ચક્કરના સમાચાર મુજબ અભિનેતા પ્રતીશ વોરાએ ખૂબ જ દુઃખી મનથી જણાવ્યુ કે આ ઘટના કાલે રાતે બની છે, મારી અબોધ બાળકી રમતા રમતા એક રમકડાનો ટૂકડો ગળી ગઈ કે જે તેના મોતનું કારણ બન્યુ છે. હું અત્યારે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. હું રાજકોટ જઈ રહ્યો છુ, જો બની શકે તો મારી પુત્રીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો, મને સમજમાં નથી આવી રહ્યુ કે હું મારા ઘરવાળાનો સામનો કઈ રીતે કરુ.
|
શોકની લહેર
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય પ્રતીશને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ક્રાઈમ પેટ્રોલ જેવા શોમાં પણ જોવામાં આવે છે. પ્રતીશ ટીવીની દુનિયાનું એક જાણીતુ નામ છે. આ સમાચારથી ‘પ્યાર કે પાપડ' ના સેટ પર તેમના સહ કલાકાર પણ ખૂબ દુઃખી છુ.