For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1993 મુંબઇ બ્લાસ્ટ : સલેમ અને કરીમુલ્લાહને મળી ઉંમરકેદ

અબુ સલેમની મળી ઉંમરકેદ. સાથે જ તેના અન્ય સાથીઓ પણ ઉમરકેદ મળી. જાણો 1993 મુંબઇ બ્લાસ્ટ કેસની તમામ અપટેડ અહીં

|
Google Oneindia Gujarati News

જૂન 1993માં મુંબઇ વિસ્ફોટ મામલે દોષી જાહેર કરાયેલા 6 લોકોમાંથી 5ને આજે વિશેષ કોર્ટ પોતાની સજા સંભળાવી હતી. કોર્ટે કુખ્યાત અબુ સાલેમને ઉંમરકેદની સજા સંભળાવી છે. અને સાથે જ આ કેસના દોષી કરીમ ઉલ્લાહને કોર્ટે ઉમર કેદની સજા સંભળાવી છે. સાથે જ આ કેસમાં તાહિર મર્ચન્ટન અમે અબ્દુલ રશીદ ખાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તો રિયાઝ સિદ્દીકીને 10 વર્ષ કેદની સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં દોષીઓમાંથી એક મુસ્તફા દૌસાની મોત થઇ ગઇ છે. અને સાથે જ આ સજા મેળવનાર દોષીમાં ગેંગસ્ટ અબૂ સલેમને પોર્ટુગલની પ્રત્યાપર્ણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા આ વિનાશક બોમ્બ બ્લાસ્ટમાં કુલ 257 લોકો મર્યા હતા અને 713 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

abu salem

નોંધનીય છે કે અબુ સલેમની પોર્ટુગલ સાથે જે રીતે પ્રત્યાર્પણ સંધિ થઇ છે તે મુજબ ફાંસીની સજા આપવી શક્ય નથી. માટે તેને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. નોંધનીય છે કે આ કેસનો ભોગ બનનાર લોકો લાંબા સમયથી આ ચુકાદાની રાહ જોતા હતા. ત્યારે કોર્ટનો આ નિર્ણય જાણી તેમણે ખુશી વ્યક્ત કરી છે.

English summary
Quantum of sentence against convicts of 1993 Mumbai bomb blasts case today. Read here all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X