ફ્લાઈટથી આ રાજ્યોમાં આવતા લોકો માટે 14 દિવસ ક્વૉરંટાઈનમાં રહેવુ જરૂરી
કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કોશિશ છતાં પણ કોરોનાને કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. દેશમાં અત્યાર સુધી 1.25 લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે 3700થી વધુ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે 31 મે સુધી લૉકડાઉનનો ચોથો તબક્કો લાગુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે 25મેથી વિમાન સેવાના સંચાલનની અનુમતિ આપી દીધી છે. હવે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશે પાછા આવતા હવાઈ મુસાફરો માટે ક્વૉરંટાઈન અનિવાર્ય કરી દીધુ છે.

વેપારીઓને કેરળમાં રાહત
જમ્મુ કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક અને અસમ સરકારે હવાઈ યાત્રીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ અન્ય રાજ્યોથી આવતા યાત્રીઓને ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. આમાં ઈન્સ્ટીટ્યુશનલ કે પછી હોમ ક્વૉરંટાઈનમાંથી એકનો વિકલ્પ પસંદ કરવો પડશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના જણાવ્યા મુજબ જે પણ વ્યક્તિ રાજ્યમાં પાછા આવી રહ્યા છે તેમણે 14 દિવસ હોમ અથવા ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. આમાં માત્ર એ લોકોને જ છૂટ આપવામાં આવશે જે વ્યાવસાયિક ઉદ્દેશથી માત્ર 1-2 દિવસ માટે આવશે અને પછી પાછા જતા રહેશે.

કાશ્મીરમાં પણ કડકાઈ
વળી, બીજી તરફ આવતા એક સપ્તાહ સુધી શ્રીનગરમાં 15 ફ્લાઈટ્સના આવવાનુ અનુમાન છે. કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર પી કે પૉલના જણાવ્યા અનુસાર અહીં આવનાર બધા મુસાફરોને પ્રશાસનિક ક્વૉરંટાઈનમાં રાખવામાં આવશે અને તેમની તપાસ કરવામાં આવશે. કર્ણાટક સરકારે ફણ આ રીતનો નિયમ લાગુ કર્યો છે. જે મુજબ હાઈ રિસ્ક સ્ટેટ જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવતા લોકોને સાત દિવસ ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈન અને ત્યારબાદ સાત દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. વળી, આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને 14 દિવસના હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.

તેલંગાના સરકારે પણ લીધો નિર્ણય
આંધ્ર પ્રદેશ અને તેલંગાના સરકારે પણ આ રીતની જોહવાઈ કરી છે. જે મુજબ ફ્લાઈટ કે પછી અન્ય સાધનોથી રાજ્યમાં આવતા લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવશે. અસમના આરોગ્ય મંત્રી હિમંત બિસ્વાના જણાવ્યા મુજબ રાજ્યમાં કોઈ પણ સાધનથી આવતા લોકો માટે ક્વૉરંટાઈન જરૂરી છે. નિયમોનુ પાલન ન કરનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યુ કે તે મુંબઈ એરપોર્ટ પર આવતા બધા મુસાફરોની સ્ક્રીનિંગ કરવાની યોજના બનાવી રહ્યા છે અને તેમને 14 દિવસ માટે ઘરે જ રહેવા માટે કહી રહ્યા છે. તેમણે કહ્યુ કે રાજ્ય અને કેન્દ્ર દિશાનિર્દેશોનો ઔપચારિક બનાવવા માટે આ વિષય પર ચર્ચા કરીશુ.
રાહુલ ગાંધીએ શેર કર્યો મજૂરો સાથેનો Video, મજૂરોએ કહ્યુ - કોરોના નહિ ભૂખ-તરસનો ડર છે