રાધે માંનું મહામંડલેશ્વરનું સસ્પેન્શન થશે રદઃ જૂના અખાડા
સંત્તોના વિરોધના કારણે તેમને મહામંડલેશ્વર પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ ચાર મહિના સુધી ચાલેલી તપાસ બાદ રાધે માંને ક્લીન ચીટ આપતા ફરીથી મહામંડલેશ્વર પદ પર નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂના અખાડાના આ નિર્ણયથી હવે ફરીથી મહામંડલેશ્વર તરીકે બોલાવાશે વિવાદિત ધર્મગુરુ રાધે માંને. તેની ઔપચારિક જાહેરાત આગામી મહિનામાં અલ્હાબાદમાં થનારા કુંભ મેળામાં કરવામાં આવશે.
જૂના અખાડાની પાંચ સભ્યોની કમિટિએ અંદાજે ચાર મહિના સુધી તપાસ કર્યા બાદ રાધે માં પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા અને તેમને ક્લીનચીટ આપી ફરીથી તેમને મહામંડલેશ્વર બનાવવાનું સૂચન કર્યું હતું.
તપાસ કમિટિના આ અહેવાલના આધારે જૂનાએ અલ્હાબાદના કુંભ મેળામાં અખાડાના જે 162 મહામંડલેશ્વરોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં રાધે માંના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જૂના અખાડા તરફથી એ સ્પષ્ટતા આપવામાં આવી છે કે રાઘે માંને મહામંડલેશ્વર બનાવવા માટે ના તો કોઇ પૈસા લેવામાં આવ્યા હતા અથવા તો લેવામાં આવશે.