રાધેમાંના આવ્યા સારા દિવસો, બોમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન

Posted By:
Subscribe to Oneindia News

લાગે છે કે રાધે માંની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે! એટલે જ તો એક પછી એક એક મુસીબતો રાધે માંની માથેથી ઓછી થઇ રહી છે. બોમ્બે હાઇકોર્ટે દહેજ માંગવાના કેસમાં વિવાદાસ્પદ રાધે માંની અગ્રિમ જામીન અરજી સ્વીકારી લીધી છે. અને રાધેમાં જામીન આપ્યા છે.

બુધવારે આ અંગે સુનવણી થઇ હતી જે બાદ કોર્ટે આજે આ મામલે આદેશ જાહેર કરી રાધેમાંને જામીન આપ્યા છે. આ પહેલા પણ બોમ્બે કોર્ટમાં વકીલ ફાલ્ગુની ભટ્ટે રાધેમાં પર અશ્લીતતા ફેલાવવા અને કાળા જાદુનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે હાઇકોર્ટના આદેશ બાદ પોલિસે રાધેમાંના બંગલાની તપાસી લીધી હતી. અને પ્રથમ તપાસ કાળા જાદુ કરતા હોય તેવી કોઇ સામગ્રી કે સંદેહાત્મક વસ્તુઓ પોલિસને નહતી મળી.

 

નોંધનીય છે કે પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનાર રાધે માં હાલ થોડા સમયથી ચર્ચા પર છે. તેમની પર એક પછી એક વિવિધ ગંભીર આરોપો લાગતા રહ્યા છે. ક્યારેક તેમની પર સેક્સ રેકેટ ચલાવાનો આરોપ લાગે છે તો ક્યારે કાળો જાદુ કરવાનો ત્યારે હાલ કયાં મામલા પર કોર્ટે તેમની જામીન આપ્યા છે. અને કયા મુદ્દાઓ પર તેમની રાહત મળી તે વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં...

શું છે મામલો?
  

શું છે મામલો?

રાધેમાં ઉર્ફ સુખવિંદર કૈર જે ગુપ્તા પરિવારના ઘરમાં રહે છે તેમની જ વહુએ તેમની પર અને અન્ય 6 લોકો પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે કોર્ટમાં કેસ દાખલ થતા રાધેમાંની ધરપકડની શક્યતા વધી ગઇ હતી.

14 ઓગસ્ટ
  

14 ઓગસ્ટ

ગત 14 ઓગસ્ટના રોજ તેમની ધરપકડ થવાની શક્યતાને જોતા તેમના વકીલે કાર્ટમાં અરજી કરી હતી જે બાદ તેમને ધરપકડ પર રોક લગાવી કોર્ટે તેમને પોલિસના કામમાં મદદરૂપ થવાનું કહ્યું હતું.

કોર્ટે શું કહ્યું
  
 

કોર્ટે શું કહ્યું

નોંધનીય છે કે આ જ મામલે ગત 13 ઓગસ્ટના રોજ તેમની અરજીને કોર્ટે ફગાવી હતી. જે બાદ ઉચ્ચ ન્યાયલયમાં તેમની અરજી સ્વીકારી તેમને જામીન આપ્યા છે.

રાધેમાં પર શું આરોપ છે
  

રાધેમાં પર શું આરોપ છે

રાધેમાં પર દહેજ માંગવાનો જે કેસ છે તેમાં પીડિતા આરોપ લગાવ્યો છે કે રાધેમાં ચઢવા માટે તેમના ગુપ્તા પરિવારે પીડિતાના પરિવારની મોંધા કોસ્મેટિક અને દાગીનાની માંગ કરી હતી.

રાધેમાંનું ડેડી કનેક્શન
  

રાધેમાંનું ડેડી કનેક્શન

એટલું જ નહીં આજ કારણે રાધેમાંનું ડેડી કનેક્શન પણ બહાર આવ્યું. ગુપ્તા પરિવારની વહૂ જે આ કેસની પીડિતા છે તેણે એફઆઇઆરમાં ડેડી નામના વ્યક્તિનું નામ ઉચ્ચાર્યું હતું. પોલિસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેડી બીજું કોઇ નહીં પણ રાધેમાંનો પતિ છે જે રાધેમાંની સાથે જ રહે છે.

રાધેમાં અને વિવાદ
  

રાધેમાં અને વિવાદ

રાધેમાં પર દહેજ ઉત્પીડન, અશ્લીલતા ફેલાવાનો, કાળો જાદુ કરવાનો, ધમકી આપવાનો, સેક્સ રેકેટ ચલાવાનો તેવા અનેક આરોપો વિવિધ લોકો દ્વારા લગાવામાં આવ્યા છે.

રાધેમાં શું કહે છે આ અંગે
  

રાધેમાં શું કહે છે આ અંગે

જો કે આ કેસ શરૂ થયા બાદ અને તેમની પર લાગેલા વિવિધ આરોપો પછી રાધેમાં આ તમામ આરોપોને ખોટા ગણાવી પોતે પવિત્ર અને સાચી છે તેવું જણાવે છે.

રાધેમાંને મળી રાહત
  

રાધેમાંને મળી રાહત

ત્યારે હાલ તો દહેજના કેસમાં બોમ્બ હાઇકોર્ટની મળેલી રાહત અને કાળા જાદુ કરવાના કેસમાં પ્રથમ તપાસમાં પોલિસને કંઇ ના મળવાથી રાધેમાં કંઇક અંશે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે રાધેમાં જીવનમાં આ શાંતિ ક્યાં સુધી રહે છે તો તે હવે જોવું જ રહ્યું.

English summary
Radhe Maa Got anticipatory bail by the bombay high court
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.